- પેટ્રોલીંગ દરમિયાન ગાંધીનગર LCBની કાર્યવાહિ
- ટેન્કરોમાંથી 60 હજાર લિટર પ્રદુષિત પાણી મળ્યું
- એશિયન ટ્યુબર કંપનીમાંથી ભરતા હતા ગંદુ પાણી
ગાંધીનગર: પર્યાવરણને નુકસાન કરતા હાઇડ્રોક્લોરિક એસિડ વેસ્ટેડ પ્રદૂષિત પાણીની ટ્રકો ભરેલી ટેન્કર ખાલી કરવા લઈ જતા બે ઇસમોની ગાંધીનગર LCB વન ટીમે ધરપકડ કરી છે. આ બંને ટેન્કરોમાં 60 હજાર લિટર જેટલું હાઇડ્રોક્લોરિક એસિડનું વેસ્ટેડ પ્રદૂષિત પાણી હતું. જે પોલીસ દ્વારા LCBએ કબ્જે કર્યું છે. આ બંને ટેન્કરના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ
છત્રાલ હાઈવેથી અડાલજ તરફ જતા બંને ટ્રકોની અટકાયત કરી
LCBના PSI વી.કે રાઠોડ તેમની ટીમ સાથે કલોલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ લતીફ ખાન પઠાણ અને રાજવીરસિંહને ખાનગી રીતે બાતમી મળી હતી. બંને ટ્રકોના નંબર gj 27.TT. 3971 અને D.N.09R. 9564ના એશિયન ટ્યુબર પ્રાઇવેટ લિમિટેડમાથી પ્રદૂષિત ગંદુ પાણી ભરી, ગુજરાત પ્રદૂષણ બોર્ડની મંજૂરી વગર ગેરકાયદેસર ભરી છત્રાલ હાઈવેથી અડાલજ તરફ જતા હાઈવે પર જતા હતા. મળેલી બાતમીના આધારે તેઓ ઇન્ડિયન ઓઇલના જનપથ પેટ્રોલિયમ પાસે આવેલા પ્રદૂષિત ગંદુ પાણી ભરેલા ટેન્કરો લઈ જઈ રાત્રિના અંધારામાં કોઈ અવાવરુ જગ્યાએ ખાલી કરે છે. જે આધારે એલસીબી દ્વારા વોચ રાખી બંને ટેન્કરને અડાલજ તરફ જતા હાઇવે પર રોકી અંદર બેઠેલા મહિયારી ગામ અમદાવાદના રહેવાસી રમેશ મોઢવાડિયા તેમજ બડાવાસના રહેવાસી ચંદ્ર પ્રકાશ રાવતની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ મોરબીમાંથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક શખ્સને LCBએ ઝડપ્યો
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ કરી તપાસ
LCBએ ઈસમો પાસે ટેન્કર ભરેલ પ્રદૂષિત પાણીના બિલ માંગતા પોતાની પાસે નહીં હોવાનું કહેતા પ્રદૂષિત પાણીથી પર્યાવરણને નુકસાન થાય તેમ હોવાથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સંપર્ક કરતા અધિકારીઓએ બંને ટેન્કરના પ્રદુષિત પાણીની ચકાસણી કરતા હાઈડ્રોક્લોરીક એસિડનું વેસ્ટેડ પ્રદૂષિત પાણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જે બાબતે જરૂરી સેમ્પલ પણ લીધા હતા. આ ઈસમો કલોલ મહેસાણા હાઇવે પર આવેલી એશિયન ટ્યુબર પ્રા.લી.કંપનીમાંથી ભરી લાવેલા હોવાની હકીકત તેમને જણાવી હતી. કંપનીના પાછળના ભાગે તપાસ કરતા ત્યાં આવેલી ઈટીપી પ્લાન્ટ એરિયામાં આઠ મોટા લંબચોરસ આરસીસી ટાકામાંથી પ્રદૂષિત પાણી ભરેલું મળી આવ્યું હતું. જે પાણી તેને અન્ય એક ઈસમ અજિતજી પઢીયારને ભરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ દિશા તરફ આગળની કાર્યવાહી હાથ ધરી છે.