ETV Bharat / city

રાજ્યમાં ઉનાળા માટે પીવાના પાણીનો પૂરતો સ્ટોક, ઉનાળા પાકને લઈને નર્મદાનું પાણી છોડવામાં આવશે : નીતિન પટેલ - Congress MLA

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે વિધાનસભા સંકુલમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યના ખેડૂતોને ઉનાળા પાક માટે સિંચાઇનું પાણી આપવાની જાહેરાત કરી હતી. જે માટે નર્મદાનું પાણી ઉનાળા પાક માટે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને છોડવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Mar 5, 2021, 7:15 PM IST

  • નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરાત
  • ઉનાળા પાક માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે
  • નર્મદાની સિઝનમાં ગુજરાતમાં પીવાના પાણીનો કરાયો સ્ટોક
  • વિધાનસભાગૃહમાં કોંગ્રેસ પર કર્યા નીતિન પટેલે પ્રહાર
  • EVM મુદ્દે કોંગ્રેસને નથી પડતી ખબર
    ગાંધીનગર

ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે વિધાનસભા સંકુલમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યના ખેડૂતોને ઉનાળા પાક માટે સિંચાઇનું પાણી આપવાની જાહેરાત કરી હતી. જે માટે નર્મદાનું પાણી ઉનાળા પાક માટે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને છોડવામાં આવશે. જ્યારે ગુજરાતમાં ભારે ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ અચ્છત હોય છે. તે બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્ય સરકારે પીવાના પાણીનો પણ પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના EVM પર નીતિન પટેલે આપ્યા જવાબ

વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય anil joshiyara બેલેટ પેપરની વાત કરી હતી. તેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, EVMએ કોઈ મશીનમાં નથી બનતા અને અમારી પાસે આવી કોઈ EVM બનાવવાની ફેક્ટરી પણ નથી. EVM કોંગ્રેસ સરકાર લાવી હતી. અત્યારે પંજાબ રાજ્યમાં કોંગ્રેસનો બહુમતીથી વિજય થયો ત્યારે કોંગ્રેસ પક્ષે EVM ઉપર કેમ સવાલ ઉઠાવ્યા ન હતા તેવા પણ સહારો નીતિન પટેલે વિધાનસભાગૃહમાં કર્યા હતા.

કોંગ્રેસ પક્ષે આદિવાસીઓને ફક્ત નાચતા અને ઢોલ વગાડતા જ શીખવાડ્યું

જ્યારે આદિવાસીના પ્રશ્નો મુદ્દે પણ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી હતી, ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથે લીધી હતી અને નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે ફક્ત આદિવાસી સમાજના વોટ જ લીધા છે. કોઈ પ્રકારના વિકાસના કામ નથી કર્યા અને કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં હતી ત્યારે કોંગ્રેસ પક્ષે ફક્ત આદિવાસીને લૂંટવાનું જ કામ કર્યું છે. કોંગ્રેસે આદિવાસી સમાજને ફક્ત ઢોલ વગાડતા અને નાસ્તા જ શીખવાડ્યું છે. જ્યારે અમે આદિવાસી સમાજનો વિકાસ કર્યો છે એમને હક પણ ભાજપ સરકાર અપાયા હોવાનું નિવેદન વિધાનસભાગૃહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.