ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા, 2 ના મોત - Total Cases of Corona in Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. રાજયમાં કોરોના થી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.88 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jan 18, 2021, 10:18 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં 495 પોઝિટિવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 700 દર્દીઓ આપવામાં આવી રજા

ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકતા રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. જે મોત ફક્ત અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં વધારો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.88 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં સોમવારે કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. પરંતું રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,45,808 દર્દીઓએ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ
કેટલા લોકો છે કોરોન્ટાઇનરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,67,557 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે, જે પૈકી 4,67,430 વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે અને 127 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યાં છે.રાજ્યમાં કુલ 6588 એક્ટિવ કેસરાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6193 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 54 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 6139 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4367 જેટલા મૃત્યું નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 98, સુરત 86, બરોડામાં 74 અને રાજકોટમાં 59 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.