ETV Bharat / city

દેશની Papermill industry પર સંકટ, રો-મટિરિયલ્સના ભાવ વધ્યાં, તૈયાર માલની માગ ઘટી

author img

By

Published : Jun 29, 2021, 4:26 PM IST

Updated : Jun 29, 2021, 7:17 PM IST

દેશમાં કોરોનાની આફત બાદ ઉદ્યોગોમાં સંકટ પર સંકટ તોળાતું આવે છે. શરૂઆતમાં પરપ્રાંતીય કામદારોની હિજરત, તે બાદ લોકડાઉન અને હવે રો-મટિરિયલની મોંઘવારી સામે તૈયાર માલના નીચા ભાવ આ સમસ્યા દરેક ઉદ્યોગમાં છે. પરંતુ તેનું સંકટ સૌથી વધુ (Papermill industry) પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝ પર તોળાઈ રહ્યું છે. જુઓ આ અહેવાલમાં

દેશની Papermill industry પર સંકટ, રો-મટિરિયલ્સના ભાવ વધ્યાં, તૈયાર માલની માગ ઘટી
દેશની Papermill industry પર સંકટ, રો-મટિરિયલ્સના ભાવ વધ્યાં, તૈયાર માલની માગ ઘટી
  • Papermill industry પર નવું સંકટ
  • કાચા માલના ભાવ વધ્યાં તૈયાર માલના વધુ ભાવ કોઈ આપતું નથી
  • દેશમાં તૈયાર થતું 50 ટકા ઉત્પાદન નિકાસ કરવું ફરજિયાત
  • એકલા વાપીમાંથી જ 1.25 લાખ ટન પેપર પ્રોડકટનું ઉત્પાદન

    વાપી: ગુજરાતમાં 120 જેટલી પેપરમિલો છે. જેમાં એકલા વાપી GIDCમાં જ 40 Papermill industry આવેલી છે. દર મહિને દેશમાં આવેલી કુલ પેપરમિલોમાંથી અંદાજીત 15 લાખ ટન પેપર પ્રોડકટનું ઉત્પાદન થાય છે. જેમાંથી 7.50 લાખ ટન વિદેશમાં નિકાસ થાય છે. ગુજરાત- મહારાષ્ટ્રમાંથી જ દર મહિને લગભગ 1.65 લાખ ટન ફિનિશ ગૂડ્સ એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે મુશ્કેલી અહીં જ છે કેમ કે એક તરફ રો-મટિરિયલ્સ મોંઘું થયું છે. જ્યારે ફિનિશ ગુડ્સની માંગ અને ભાવ બન્ને આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા છે. પણ ઘર઼આંગણે ઘટ્યાં છે. એટલે પેપરમિલના ઉદ્યોગકારો માટે આ વેપાર નહીં નુકસાન નહીં નફો પૂરતો જ થઈ રહ્યો છે.
    કોરોનાની આફત બાદ ઉદ્યોગોમાં સંકટ પર સંકટ તોળાતું આવે છે

    કોરોના મહામારીમાં અન્ય સેકટરની જેમ પેપર ઉદ્યોગ (Papermill industry) પણ સંકટમાં છે. પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનારી અનેક પેપરમિલ હાલ મંદીનો સામનો કરી રહી છે. આ અંગે ગુજરાત પેપરમિલ એસોસિએશનના પ્રમુખ સુનીલ અગ્રવાલે વિગતો આપી હતી કે પેપરમિલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. વર્ષ 2020માં કોરોનાના પહેલા ચરણથી જ પેપરમિલ ઉદ્યોગ સંકટમાં છે. શરૂઆતમાં પરપ્રાંતીય કામદારોની હિજરત, તે બાદ લોકડાઉન અને હવે 2021માં રો-મટિરિયલની મોંઘવારી સામે તૈયાર માલના ભારતીય બજારમાં નીચા ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ ભાવ છે તો, શિપિંગ કન્ટેઇનર ફ્રેઈટમાં વધેલા 7 ગણા રેઈટ Papermill industry પર મહાસંકટ બનીને ઝળૂંબી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Toykathon 2021: રમકડા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓનુ સમાધાન લાવવામાં આવશે

ગુજરાતમાં 120 પેપરમિલ સંકટનો સામનો કરી રહી છે

ગુજરાત પેપરમિલ એસોસિએશનના પ્રમુખ સુનીલ અગ્રવાલે આ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, સંપૂર્ણ lockdown બાદ પેપર મીલમાં ધીરે ધીરે રફતારની શરૂઆત થઈ હતી. પરંતુ કોરોનાની બીજી લહેરમાં ફરી એ જ સ્થિતિ ઉત્પન્ન થઇ છે. જોકે આ વખતે ઉદ્યોગો બંધ નથી થયા પરંતુ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કંપની સંચાલકો પોતાનો ખર્ચ કાઢી રહ્યાં છે. જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહી તો નાના અને મધ્યમ કદની પેપર મિલોને ચાલુ રાખવી મુશ્કેલ ભર્યું રહેશે. વાપીમાં હાલ 40 પેપરમિલ છે. જે તમામ કાર્યરત તો છે. પરંતુ તેને કાર્યરત રાખવા જે રો-મટિરિયલ્સ મંગાવવું પડે છે. તેનો ભાવ વધ્યો છે. જ્યારે તેમાંથી તૈયાર થતી પ્રોડકટનો ભાવ ધાર્યા કરતાં નીચો છે. તેમજ ચીન જેવા અન્ય દેશોમાંથી પણ તે એક્સપોર્ટસ થતો હોઇ ડિમાન્ડ ઘટી છે. જેની અસર વાપીની 40 અને ગુજરાતની 120 પેપરમિલ પર પડી છે.

ચીનની પેપરમિલો સાથે થઈ રહી છે સ્પર્ધા

એક તરફ આ વખતે કંપનીમાં કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ કામદારોને રોજગારી આપવાનું લક્ષ્ય ઉદ્યોગકારોએ સેવ્યું છે. જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફિનિશ ગુડ્સમાં 50 ડોલરની વૃદ્ધિ બાદ પણ દેશમાંથી તૈયાર થયેલા ઉત્પાદનોને એક્સપોર્ટ કરી શકાતું નથી. જે દેશમાં એક્સપોર્ટ થાય છે જ્યાં તે તેમાં પોતાના ભાવ રાખે છે. એટલે નફાનું પ્રમાણ જળવાતું નથી. વાપીની પેપર મિલો (Papermill industry) દ્વારા મહિને 1.25 લાખ ટન ફિનિશ ગુડસનું ઉત્પાદન થાય છે. મોટાભાગનું પ્રોડક્શન UAE, સાઉદી અરબ, UK, ચીન સહિત લગભગ 52 જેટલા દેશોમાં નિકાસ થાય છે. જેમાં હવે ચીનની પેપરમિલોએ સ્પર્ધા કરીને મોટાભાગના દેશોમાં પોતાનું ફિનિશ ગૂડ્સ મોકલવાનું શરૂ કર્યું છે.

ગુજરાત-મહારાષ્ટ્રમાં 6 લાખ ટન ઉત્પાદન

ભારતમાં દર મહિને અંદાજિત 15 લાખ ટન વિવિધ પ્રકારના પેપર પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. જેની સામે ભારતમાં માત્ર 50 ટકા ખપત છે. એટલે ન છૂટકે બાકીનું 50 ટકા જેટલું production નિકાસ કરવું ફરજીયાત છે. જેમાં શિપિંગ કન્ટેઇનરની ઘટ નડી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની પેપર મિલોએ પાછલા મહિને 6 લાખ ટન પ્રોડકશનનું ઉત્પાદન કર્યું હતું જેમાં 1.65 લાખ ટન માલ એક્સપોર્ટ કર્યો જો કે આ માલને એક્સપોર્ટ કરવા માટે શિપિંગ કન્ટેઇનરનો ભાવ 100 ડોલર હતો તે હવે વધીને 700 ડોલર થયો છે. અનેક શિપિંગ કંપનીઓએ પોતાનો ધંધો સમેટી લીધો છે. હાલમાં માલને એક્સપોર્ટ કરવા માટે અઠવાડિયા અગાઉ કન્ટેઇનર બુક કર્યું હોય તો પણ તે સમયપર મળવું મુશ્કેલ છે. આ અંગે સરકારે શિપિંગ કોન્ટ્રકટરો સાથે વાટાઘાટો કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ વાપીની સાખી વીડિઓ જોઈને કેક બનાવતા શીખી, એક વર્ષમાં 400 કેકનો ઓર્ડર મેળવ્યો

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલી પેપરમિલો (Papermill industry) દ્વારા દર મહિને અંદાજીત 1.65 લાખ ટન તૈયાર પેપર પ્રોડક્ટની વિદેશમાં નિકાસ થાય છે. જેમાં નફો મળતો નથી. ઘરઆંગણે તમામ ઉત્પાદન વેચાતું નથી. એટલે હાલત ગંભીર જરૂર છે. પરંતુ જે રીતે કોરોનાની પરિસ્થિતિમાથી બહાર નીકળી રહ્યાં છીએ તેવી રીતે આ પરિસ્થિતિમાંથી પણ વહેલા બહાર નિકળીશું એ આશા જ આ ઉદ્યોગોને જીવંત રાખવામાં મદદરૂપ થશે.

Last Updated : Jun 29, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.