ગાંધીનગર: મોદી સરકારની કેબિનેટે વન નેશન વન ઇલેક્શન રિપોર્ટ મંજૂર કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી હતી કે, પહેલાં પગલાં તરીકે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. સમિતિએ આ મુદ્દે કહ્યું કે, લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એકસાથે પૂર્ણ થયા બાદ 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે. જેથી દેશભરમાં એક નક્કી મુદ્દત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ આયોજિત કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 'હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવા િનંતી કરું છું, આ સમયની જરૂરિયાત છે.'
લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે, 'દરેક રાજ્યની સરકારો સમગ્ર પાંચ વર્ષ શાસન કરે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય. હું હંમેશા કહું છું કે, ચૂંટણી ફક્ત ત્રણ કે ચાર મહિનામાં જ થઈ જવી જોઈએ. તેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં ઘટાડો થશે.'
વન નેશન વન ઇલેક્શન મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય રાષ્ટ્રહિતનો નિર્ણય છે. વન નેશન વન ઇલેક્શનના કારણે ઘણો જ ફાયદો થશે.'
ઉપરાંત વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવકતા યમલ વ્યાસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહયા છે ત્યારે દરેક નિર્ણય આવનાર સમયમાં ભારતના વિકાસ માટે ખૂબ મહત્વના સાબિત થવાના છે.'
વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મજૂરી મળી છે ત્યારે ગુજરાત સરકારે પણ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની કમિટી દ્વારા ભલામણ સ્વીકારવામાં આવી છે. હવે લોકસભાના શિયાળુ સત્રમાં બિલ મૂકવામાં આવે તેવી સંભાવના છે. ભાજપ પણ આ નિણર્ય આવકારે છે. વારંવાર ચુંટણીને કારણે પ્રતિનિધિઓ અને અધિકારી ચૂંટણી હોવાના કારણે વિકાસના કામો અટકે છે. હવે એક ચૂંટણીને કારણે ચૂંટણીને વેગ મળશે વિકાસ કામો પણ સરળતાથી થશે.
રાજ્યમંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. દરેક નિર્ણય આવનારા ભારતના વિકાસ માટે ખૂબ મહત્વના થવાના છે. આજે વન ઇલેક્શનનો નિર્ણય થયો છે. સમય સમયે ચૂંટણી આચારસંહિતાને કારણે વિકાસના કામો અવરોધાય છે. સમય અને નાણાનો વ્યય થાય છે. દેશના વિકાસમાં જ્યારે અવરોધ આવતો હોય ત્યારે વન નેશન, વન ઇલેક્શન દેશના હિતમાં સર્વશ્રેષ્ઠ નિર્ણય છે. 2047 વિકસિત ભારતના નિર્ણયમાં આ પગલું મહત્વનું સાબિત થશે.
આ પણ વાંચો: