ETV Bharat / sports

watch: જાડેજા-અશ્વિનની ભાગીદારીએ ભારત માટે ઊભો કર્યો મોટો સ્કોર, જાડેજાએ કર્યું અનોખું સેલિબ્રેશન... - IND vs BAN 1st Test - IND VS BAN 1ST TEST

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમની ખરાબ શરૂઆત રહી હતી. હાલ મેદાનમાં ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓ અશ્વિન અને જાડેજા રમી રહ્યા છે, આ સ્થિતિમાં બંનેએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. જુઓ જાડેજાનું આ અનોખુ સેલિબ્રેશન…

રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 19, 2024, 4:48 PM IST

ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં, બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીત્યો, અને સ્પિન બોલરો માટે મદદરૂપ એવી આ ચેપોક પીચ પર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં બિલકુલ વિલંબ કર્યો ન હતો.

ભારતે શરૂઆતમાં જ 3 વિકેટ ઘણા વહેલા ગુમાવી દીધી હતી. હસન મહમૂદની શાનદાર બોલિંગને કારણે ભારતે પહેલા કલાકમાં જ 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા અને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે મળીને ભારત માટે 97 બોલમાં 62 રનની ભાગીદારી કરી ભારતને એક સારા સ્કોર સુધી પહોંચાડ્યું. હસન મહમૂદે પંતના સ્વરૂપમાં તેની ચોથી વિકેટ લીધી અને તે 39 રન બનાવી કેચ આઉટ થઈ ગયો હતો. તે પછી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે અનુક્રમે 56 અને 16 રન બનાવીને કેચ આઉટ થઈ ગયા હતા.

અશ્વિન-જાડેજાની અણનમ ભાગીદારી:

ભારતની એક પછી એક વિકેટ ગુમાવ્યા બાદ અશ્વિન અને જાડેજાએ મેદાનમાં ટકી રહેવાનો સંકલ્પ કર્યો. ધીમે ધીમે બંને અનુભવી ખેલાડીઓએ બાંગ્લાદેશના બોલરો સામે ટકી રહ્યા અને બંનેએ 129 રનની અણનમ ભાગીદારી કરી. આ સાથે જાડેજા અને અશ્વિને ભારતના ખરાબ સ્કોરને આગળ વધારી અડધી સદી પણ પૂર્ણ કરી. અશ્વિને 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને જાડેજાએ 73 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે.

જાડેજાનું બેટથી અનોખુ સેલિબ્રેશન:

છેલ્લા કેટલાક સમયથી જાડેજાના ચાહકોને ખ્યાલ હશે કે, 'જડ્ડુ' જ્યારે પણ પોતાની અડધી સદી પૂર્ણ કરે છે ત્યારે તલવારબાજી કરતાં હોય તે રીતે રાજપૂત અંદાજમાં બેટથી આ કરતબ કરી અડધી સદીની ઉજવણી કરે છે. તેવી જ રીતે આજના પ્રથમ દિવસે પણ અડધી સદી ફટકારી જાડેજાએ બેટ ગુમાવી અનોખુ સેલિબ્રેશન કર્યું હતું.

ભારત તરફથી હાલ આ બંને અનુભવી ખેલાડીઓ બાંગ્લાદેશના બોલરોનો પરસેવો પાડી રહ્યા છે. અને ખૂબ જ ઝડપથી આ બંને શતક પણ લગાવી શકે છે. હાલ ભારતનો સ્કોર 6 વિકેટ ગુમાવી 303 રન પર છે.

આ પણ વાંચો:

  1. 6,6,6,6,6,6... 17 વર્ષ પહેલા આજના દિવસે યુવરાજ સિંહે કર્યો હતો આ અદભૂત પરાક્રમ, જાણો.. - Yuvraj Singh 6 Sixes
  2. ભારત-બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચ: એક કલાક પણ ના રમી શક્યા ભારતના આ ખેલાડીઓ, જાણો અત્યાર સુધીનો લાઈવ સ્કોર... - INDIA VS BANGLADESH 1ST TEST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.