ETV Bharat / city

ભાવનગરમાં કોંગ્રેસ કોઈ પણ રાજકારણ વગર તંત્રને સાથ આપશે - bhavnagar congress

કોરોનાની મહામારી વચ્ચે રેમડેસીવીર ઈન્જેક્શનને લઈ રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેમણે વ્યવસ્થા પુરી કરવા અને જરૂર હોય ત્યાં કોંગ્રેસના કાર્યકર કોઈ પણ રાજકારણ વગર સાથ આપવા તૈયાર હોવાનું જણાવ્યું છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Apr 12, 2021, 4:36 PM IST

  • રેમડેસીવીર ઈન્જેક્શનને લઈ કાજકારણ ગરમાયું
  • સી. આર. પાટીલે રાજીનામુ મૂકી દેવું જોઈએ તેવી માગ
  • શક્તિસિંહ ગોહિલે ભૂતકાળમાં મેડિકલ કોલેજ માટે રાજીનામુ મૂક્યુ હતું

ભાવનગર: શહેરમાં રેમડેસીવીર ઈન્જેક્શન અને બેડની ઉભી થતી અછત અને વધી રહેલા દર્દીઓને પગલે કોંગ્રેસે કોઈ પણ રાજકારણ વગર તંત્રને સાથ આપવા આવેદનપત્ર આપ્યું છે, ત્યારે કોંગ્રેસે ભાજપ પર આ મુદ્દે પ્રહારો પણ કર્યા છે.

કોંગ્રેસે કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો:અગ્નિકાંડ: હાર્દિક પર ટપલી દાવનો પ્રયાસ, મેયરના રાજીનામાની કરી માગ

કોંગ્રેસે આપ્યું આવેદન મહામારીમાં રાજકારણ કર્યા વગર આપશું સાથ

ભાવનગરમાં વિપક્ષમાં રહેલા કોંગ્રેસે મહામારીમાં તંત્રને સાથ આપવા હાંકલ કરી છે. શહેર પ્રમુખથી લઈને ચૂંટાયેલા નગરસેવકો અને નેતાઓ કલેકટર કચેરીએ પહોંચીને વ્યવસ્થા પુરી કરવા અને જરૂર હોય ત્યાં કોંગ્રેસના કાર્યકર કોઈ પણ રાજકારણ વગર સાથ આપવા તૈયાર હોવાનું આવેદનપત્ર આપ્યું છે.

આ પણ વાંચો:બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, જૂનાગઢના ધારાસભ્યએ સરકારના રાજીનામાની માગ કરી

કોંગ્રેસે કર્યા પ્રહાર અને રાજીનામાની કરી માગ

કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપીને મીડિયા સમક્ષ આવ્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાવનગરના ત્રણ ત્રણ મંત્રીઓ અને નેતાઓ ઊચ્ચ કક્ષાના હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શન મળતા નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ 5 હજાર ઈન્જેક્શન મંગાવે અને મુખ્ય પ્રધાનને ખબર ન હોય ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજીનામુ મૂકી દેવું જોઈએ તેવી માગ કરી છે. શક્તિસિંહ ગોહિલે ભૂતકાળમાં મેડિકલ કોલેજ માટે રાજીનામુ ધરી દીધું હતું અને ભાજપના નેતાઓને કોઈ ચિંતા નથી તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.