- તૌકતે વાવાઝોડાના પગલે ઘોઘા બંદર પર-9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું
- ઘોઘા બંદર પર-9 નંબરનું સિગ્નલ લગાવી કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ
- વાવાઝોડાની પરિસ્થિતને લઈ NDRFની એક ટીમ ઘોઘા ગામે સ્ટેન્ડ બાય
ભાવનગર: જિલ્લામાં તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દરિયાકાંઠાનાં વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 17મેના બપોર સુધીમાં વાવાઝોડું પોતાનો કહેર વરસાવી શકે તેવી શક્યતાને લઈને ઘોઘા બંદર ખાતે અતિ ભય સૂચક 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વાવાઝોડાની પરિસ્થતિને લઈને NDRFની એક ટીમને ઘોઘા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો: નવસારીમાં તૌકતે વાવાઝોડાની અસર શરૂ, અનેક જગ્યાએ ધોધમાર વરસાદ
ઘોઘા બંદરે લાગ્યું ભય સૂચક સિગ્નલ
તૌકતે વાવાઝોડાના પગલે શહેર તેમજ જિલ્લામાં 16 મેની સાંજથી તૌકતે વાવાઝોડાની અસરની શરૂઆત થતા તેજ પવન ફૂંકાવવાની શરૂઆત થઇ જતા તંત્ર દ્વારા ઘોઘા બંદર ખાતે દરિયાકિનારા પરનાં વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી તેજ ગતિએ કરવામાં આવી રહી છે .આ ઉપરાંત 17 મેની બપોર સુધીમાં ભાવનગરમાં વાવાઝોડું પોતાનો કહેર વર્તાવી શકવાની શક્યાતાને લઈને ઘોઘા બંદર ખાતે અતિ ભય સૂચક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલું છે. આ ઉપરાંત ઘોઘા ખાતે વાવાઝોડાની પરિસ્થતિને પહોંચી વળવા માટે એક NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો: વાવાઝોડા તૌકતેની સંભાવનાઓના અનુસંધાને જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક
શું કહી રહ્યા છે મામલતદાર
મામલતદાર એ.આર ગઢવીએ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાના પગલે ઘોઘા પ્રાંત અધિકારી દ્વારા પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જે માટેનાં સેલટર હોમ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં ઘોઘા ખાતે 11, કુડા-1 અને અવાણીયામાં 4 સેલટર હોમ ઉભા કરવામાં આવ્યા છે તેમજ અત્યાર સુધીમાં ઘોઘામાંથી 328 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.