- સાની (કચરિયું)ના વેચાણનો ખાદીગ્રામ ઉદ્યોગમાં પ્રારંભ
- 240 રૂપિયાની સફેદ અને 280 રૂપિયાની કાળા તલની સાની
- શરીરમાં શક્તિનો વધારો કરે છે, ત્વચાને પણ શુષ્ક કરતી રોકે છે
ભાવનગર: શિયાળા (Winter)ને સ્વાસ્થ્ય (Health) માટે સારી ઋતુ માનવામાં આવે છે. ઠંડીમાં ખોરાક પર ભાર મુકવામાં આવે છે, ત્યારે તલ (Sesame)માંથી બનતા સાની (કચરિયું)ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાવનગરની ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર (Khadi Gram Udyog Bhandar, Bhavnagar)ની સાની શિયાળાના 4 મહિનામાં લાખો રૂપિયામાં વેચાય છે.
રોજની 15 કિલો સાની વેચાય છે
ભાવનગરની સાની (કચરિયું)ની લોકો ભરપૂર ખરીદી કરીને આરોગે છે. ખાદીગ્રામ ઉદ્યોગ (Khadi Gram Udyog Bhandar)માં રોજની 15 કિલો સાની (Kachariyu)નું વેચાણ થાય છે. તેલઘાણીમાં રોજની સાની બને છે અને સાંજે ખાલી થઈ જાય છે. ભાવનગરવાસીઓ સહિત બહારથી આવતા લોકો શરીરને સ્વસ્થ કરવા સાનીની ખરીદી કરે છે.
સાનીના ભાવ પર મોંઘવારીની અસર
ભાવનગર શહેરમાં વર્ષોથી ખાદી ગ્રામઉદ્યોગ દ્વારા સાની (કચરિયું) બનાવવામાં આવે છે. એક સમયે 50 રૂપિયામાં કિલોએ વેચાતી સાની આજે 280 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. તલની સાનીને તેલઘાણીમાં બનાવવામાં આવે છે. તાજી બનાવીને તાજી વેચી દેવામાં આવે છે. કાળા અને સફેદ તલની સાની એમ 2 પ્રકારની સાની વેચાય છે, જેના ભાવમાં ફર્ક છે. કાળા તલની સાનીની કિંમત 280 રૂપિયા કિલો, જ્યારે સફેદ સાનીની કિંમત 240 રૂપિયા કિલો છે. છતાં પણ શિયાળાનો પ્રારંભ થતા લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.
તલની સાનીનું શિયાળામાં વેચાણ કેટલું?
શિયાળામાં તલની સાની સ્વાદિષ્ટ અને શુદ્ધ રીતે બનાવવામાં આવે છે. ખાદીગ્રામ ઉદ્યોગમાં રોજની 15થી વધુ કિલો સાની બનાવવામાં આવે છે, જે સાંજ થતાની સાથે ખાલી થઈ જાય છે. મહિને 500થી 600 કિલો સાનીનું વેચાણ થાય છે. આશરે લાખો રૂપિયાની સાની ભાવનગરવાસીઓ ઝાપટી જાય છે. સાનીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો તલના તેલના પગલે શરીરમાં ત્વચા શુષ્ક થતી નથી. તલનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ શક્તિમાં વધારો કરે છે. સુરત-અમદાવાદથી સાનીની ખરીદી કરવા માટે લોકો ખાસ ભાવનગર આવતા હોય છે. શિયાળો શરૂ થતા સાનીની ખરીદી શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો
આ પણ વાંચો: ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી