- ભાવનગર જિલ્લામાં પાછોતરો વરસાદ 40 ટકા થતા 80.40 ટકા વરસાદ નોંધાયો
- સીઝનના 595 mm વરસાદ સામે 486 mm વરસાદ નોંધાયો
- એકાંતરે આવતા વરસાદમાં 24 સપ્ટેમ્બરે મહુવા તળાજા જેસરમાં એક ઇંચ વરસાદ
- જિલ્લામાં ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તો મહુવામાં લીલા દુકાળ જેવી સ્થિતિ
ભાવનગરઃ ભાવનગર શહેરમાં ભાદરવાનો ભરપુર વરસાદ નોંધાયો છે. શહેર જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેતીના પાકને ફાયદો અને હવે અતિવરસાદ થવાથી લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. જો કે મહુવામાં સીઝનના કરતા વધુ વરસાદ આવવાથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. જ્યારે જેસર અને તળાજામાં 50 ટકા વરસાદ હોવાથી ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. 22 તારીખે વરસેલા વરસાદ બાદ એકાંતરે આજે 24 સપ્ટેમ્બરે મેઘરાજાએ જિલ્લાના 10 માંથી 4 તાલુકામાં વરસાદ વરસતા ક્યાંક ફાયદો તો ક્યાંક નુકશાનીની સ્થિતિ સર્જાઈ છે.
તાલુકો | જરુરિયાત | વરસેલો વરસાદ | ટકાવારી |
ભાવનગર | 689 mm | 684 mm | 99.21 ટકા |
ઉમરાળા | 546 mm | 461 mm | 84.39 ટકા |
વલભીપુર | 589 mm | 456 mm | 77.36 ટકા |
ઘોઘા | 613 mm | 615 mm | 100.31 ટકા |
પાલીતાણા | 587 mm | 454 mm | 77.31 ટકા |
તળાજા | 567 mm | 330 mm | 57.29 ટકા |
સિહોર | 622 mm | 317 mm | 51.00 ટકા |
ગારીયાધાર | 463 mm | 459 mm | 99.21 ટકા |
મહુવા | 630 mm | 658 mm | 104.44 ટકા |
જેસર | 660 mm | 359 mm | 54.39 ટકા |
ઉપરોક્ત વરસાદની ટકાવારી પ્રમાણે જોઈએ તો જિલ્લાને કુલ 606 ટકા વરસાદની સિઝનની જરૂરિયાત છે ત્યારે હાલમાં સિઝનનો વરસાદ 80.40 ટકા નોંધાયો છે એટલે કે 486 mm વરસાદ નોંધાયો છે જ્યારે 100 ટકા વરસાદમાં 20 ટકા વરસાદની ઘટ રહી છે.
આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લામાં 20 ટકા વરસાદની હજુ ઘટ, જાણો ડેમમાં પાણીની સ્થિતિ
આ પણ વાંચોઃ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી