ETV Bharat / city

ખેડૂતોને નુકસાનથી બચાવવા સરકાર ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવેઃ ભાવનગર જિલ્લા ભાજપ - ભાવનગર ભાજપ પ્રમુખ

સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતા ભાવનગર જિલ્લાના ખેડૂતો ડુંગળીની નિકાસબંધીને કારણે ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોને ગત વર્ષ કરતા પણ ચાલુ વર્ષે ડુંગળીના ભાવ ઓછા મળતા ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળિયાએ ખેડૂતોને નુકસાનમાંથી ઊગારવા માટે સરકારને રજૂઆત કરી છે.

ખેડૂતોને નુકસાનથી બચાવવા સરકાર ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવેઃ ભાવનગર જિલ્લા ભાજપ

author img

By

Published : Dec 24, 2020, 4:18 PM IST

  • ભાવનગરના ડુંગળીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
  • ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવવા સરકારને રજૂઆત
  • ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે કૃષિ મંત્રાલયને લખ્યો પત્ર
  • ખેડૂતોને ડુંગળીના સારા ભાવ અપાવવા સરકાર નિકાસબંધી બંધ કરેઃ ભાજપ

ભાવનગરઃ ભાવનગરને સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો માનવામાં આવે છે, જે હાલના સંજોગોમાં ડુંગળીના ભાવો વધે નહીં તે માટે સરકારે નિકાસબંધી જાહેર કરી દીધી છે. આથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિદેશી માર્કેટમાં ભારતને બદલે ગ્રાહકો અન્ય દેશો તરફ વળી જાય તેવી સંભાવના ઊભી થઈ છે. અતિવૃષ્ટિના કારણે ઘણા ખેડૂતોનો ડુંગળીનો પાક બળી જતા નુકસાન થયું છે. એવામાં ડુંગળીનો પાક આ વર્ષે સારા વરસાદને કારણે વધુ થશે પરિણામે ભાવો હજી નીચા જશે. આ સંજોગોમાં ડુંગળીની નિકાસબંધી તાકીદે ઊઠાવી લેવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

ખેડૂતોને નુકસાનથી બચાવવા સરકાર ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવેઃ ભાવનગર જિલ્લા ભાજપ
ખેડૂતોને નુકસાનથી બચાવવા સરકાર ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવેઃ ભાવનગર જિલ્લા ભાજપ

નિકાસબંધી પર પ્રતિબંધને હટાવી સરકાર ખેડૂતોને નુકસાનથી બચાવી શકે છે

ભાવનગર જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે પડ્યા પર પાટું વાગવા જેવી સ્થિતિનું નિર્માણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ સરકારને પત્ર લખ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ખેડૂતોને અતિવૃષ્ટિ દરમિયાનના પાક માટે લીધેલા બિયારણ, ખાતર અને મજૂરી કામના રોકાણની નુકસાની થયી છે. એવામાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધીને કારણે જિલ્લાના ખેડૂતો વિદેશો કે અન્ય રાજ્યોમાં ડુંગળીનું વેચાણ કરી નથી શકતા. સરકારે ખેડૂતોને જે ડુંગળીના પાકની ઉપજ કરી છે તે પાકની નિકાસ કરી સારા ભાવ મેળવી શકે તે માટે નિકાસબંધી પરના પ્રતિબંધને હટાવી ખેડૂતોને મોટી નુકસાનીમાંથી બચાવવા પત્ર લખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.