ETV Bharat / city

ભાવનગર હોસ્પિટલમાંથી ભાગ્યો કોરોના દર્દી : મોડી રાત્રે ઝડપાયો

ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોટાદના ટાટમ ગામના દર્દી હોસ્પિટલાંથી ભાગીને પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. પોતાના પરિવાર સાથે હોવા છતાં કોઈને જાણ કર્યા વગર 70 વર્ષીય મનસુખભાઇ પોતાના ગામ જવા નીકળી પડ્યા હતા. આ વાતની જાણ તંત્રને થતાં તેમની શોધખોળ શરૂ કરાઇ હતી. મોડી રાત્રે 108ની ટીમે શોધીને પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jun 4, 2020, 8:09 PM IST

ભાવનગરઃ શહેરમાં સર ટી હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોટાદના ટાટમ ગામના દર્દી હોસ્પિટલાંથી ભાગીને પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. પોતાનું પરિવાર સાથે હોવા છતાં કોઈને જાણ કર્યા વગર 70 વર્ષીય મનસુખભાઇ પોતાના ગામ જવા નીકળી પડ્યા હતા. આ વાતની જાણ તંત્રને થતાં તેમની શોધખોળ શરૂ કરાઇ હતી. મોડી રાત્રે 108ની ટીમે શોધીને પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પોહચાડ્યા હતા.

ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. બોટાદના ટાટમ ગામના રહેવાસી દર્દી સાંજે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 7 વાગ્યા આસપાસ 3 જૂનના રોજ હોસ્પિટલમાંથી ભાગ્યા હતા.

બોટાદના ટાટમ ગામે રહેતા 70 વર્ષીય મનસુખભાઇ કોઠારીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ 3 જૂન સાંજે ભાગીને ઘાંઘળી ગામે પહોંચી ગયા હતા. દર્દી પોઝિટિવ હોઇને ભાગી જતા તેનો પરિવાર અને તંત્ર શોધખોળમાં લાગ્યું હતું અને રાત્રે 2.30 કલાક આસપાસ દર્દી ઘાંઘળી હોવાનું માલુમ પડતા 108 નારીની ટીમ પહોંચી હતી અને દર્દીને સુતેલા જોઈ તેના પરિવારની હાજરીમાં ઓળખ કરીને પોલીસને બોલાવીને સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

જો કે, સિહોર પોલીસ હોઈ તેની હદ નવાગામ સુધીની હોવાથી પોલીસે 108ને વરતેજ સુધી પહોંચાડી હતી. આમ, ભાગેલા દર્દીને 108ની ટીમે પીપીઈ કીટ પહેરીને સાવચેતીથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર્દીને હોસ્પિટલમાં ગમતું નહીં હોવાથી પોતાના ગામ જવા રવાના થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.