ETV Bharat / city

ગજરાજ વિના ભગવાન નીકળશે નગરચર્યા કરવા ? - elephant

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, આ વર્ષે ભગવાન નગર ચર્યાએ ભક્તોની વિના નિકળશે પણ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ગજરાજ પર હજી લોકો ક્યાસ લગાવી રહ્યા છે. અમદાવાદની રથયાત્રામાં હાથી મુખ્ય આકર્ષણ હોય છે પણ આ વર્ષે રથયાત્રામાં હાથી હશે કે નહી તે મોટો પ્રશ્ન છે, જોકે મંદિર પરીસરમાં તમામ હાથીઓ ભગવાન સાથે નગરચર્યા કરવા સજ્જ છે.

rathyatra
ગજરાજ વિના ભગવાન નીકળશે નગરચર્યા કરવા
author img

By

Published : Jul 8, 2021, 2:22 PM IST

  • ગુજરાતમાં હાથીઓ રાખતું એકમાત્ર મંદિર અમદાવાદનું જગન્નાથ મંદિર
  • જગન્નાથ મંદિરમાં કુલ 18 હાથી
  • ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ હાથીઓની સામેલ કરાય છે રથયાત્રામાં

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિર જ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કાયમ હાથીઓ જોવા મળે છે. અહીં કુલ 18 ગજરાજ છે. આ તમામ ગજરાજ રથયાત્રામાં અગ્રસ્થાને રહે છે. જે શોભા અને શક્તિનું પ્રતીક છે. તેના વગર રથયાત્રાની કલ્પના પણ થઈ શકે તેમ નથી.

એક હાથી ને જાળવવા બે મહાવતની જરૂર પડે છે

એક હાથી પાછળ બે મહાવત રાખવામાં આવે છે. એટલે કે કુલ 36 મહાવત હોય છે. આ મહાવત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ બિહારથી આવેલા છે. એક હાથી દરરોજ 150 કિલો જેટલો ખોરાક લે છે. જેમાં તેમને લીલોચારો ઉપરાંત ગોળ,શેરડી અને ફળફળાદી આપવામાં આવે છે. મંદિરમાં આવતા ભક્તો સપ્રેમ ગજરાજોને ખોરાક આપે છે અને બદલામાં હાથી ગણેશજીનું સ્વરૂપ હોવાથી તેમને આશીર્વાદ આપે છે.

ગજરાજ વિના ભગવાન નીકળશે નગરચર્યા કરવા

આ પણ વાંચો : જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે રથયાત્રા, ભગવાન નગરચર્યાએ નીકળશે પણ ભક્તો નહિ હોય

હાથી રથયાત્રા માટે તૈયાર

રથયાત્રામાં સૌપ્રથમ હાથી નીકળે છે. ત્યારબાદ ભગવાનના રથ મંદિર પરિસરની બહાર નગરચર્યાએ નીકળે છે. આ હાથી એ રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. બાળકથી માંડીને વૃદ્ધ પણ જ્યારે નગર ચર્યા દરમિયાન તેઓના ઘર આગળથી પસાર થાય ત્યારે તેના દર્શન કરી તેને ફળ કે ગોળ જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે. હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે.જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જોડાય છે અને રથયાત્રા માં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં 15-16 હાથી જોડતા હોય છે. જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે.

આ પણ વાંચો : 144th Jagannath Rathyatra: વેક્સિન લીધેલા 120 ખલાસીઓ જ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી શકશે

રમખાણોમાં હાથીની કામગીરી

અમદાવાદમાં 1992 માં રમખાણ થયા ત્યારે આ જ હાથી ભગવાનને નગરચર્યા એ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.