- સાબરમતીમાં થયેલ 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
- એન્જિનિયરે કરી હતી ચોરી
- બેકારીને કારણે ઝડપથી પૈસા કમાવવા કરી હતી ચોરી
- કેવી રીતે ચોર સુધી પોલીસ પહોંચી?
અમદાવાદ: સાબરમતીના ન્યુ રાણીપ વિસ્તારમાં ચોરીની ઘટના બનતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે અગાઉના હિસ્ટ્રીશિટરની પણ પોલીસે પૂછપરછ કરી હતી. તે દરમિયાન સાબરમતી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડની ટીમે 8 દિવસમાં જ 15 કિલોમીટર વિસ્તારના 92 સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક યુવક શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તે શકમંદ વ્યક્તિના ફોટા પરથી આરોપી સુધી પહોંચી ગઈ હતી.
![અમદાવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-05-loot-aropi-video-story-7204015_14012021163149_1401f_1610622109_407.jpg)
કેવી રીતે આપ્યો ચોરીને અંજામ?
આરોપી પોતે બેકાર છે અને ઘરમાં બીમારીના કારણે પૈસાની જરૂરિયાત ઉભી થતા ત્રણ દિવસ સુધી જવેલર્સના માલિકની રેકી કરી હતી. ઘાટલોડિયા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી અને ફરિયાદીના સ્કૂટરમાંથી ચાવી કાઢીને ચોરી કરી હતી. પોલીસની ટીમે અલગ-અલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી શકમંદ આરોપી તરીકે શશી શુક્લાની ધરપકડ કરી હતી. આરોપી શશીની પૂછપરછ કરતા તેણે જ ચોરી કરી અને ઘાટલોડિયા વિસ્તારના શુભમ જવેલર્સના જીતેન્દ્ર ગેહલોતને ચોરીનો મુદામાલ પણ વેચ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આરોપી જીતેન્દ્રની પણ ધરપકડ કરી હતી.
શા માટે એન્જીન્યર ચોર બન્યો?
આરોપી શશી પોતે એન્જિનિયર છે અને બેકાર છે. બીજી જાન્યુઆરીના રોજ તેણે પાયલ જવેલર્સના માલિકની રેકી કરી હતી કે, તે ક્યારે અને કેટલા વાગ્યે ઘરે જાય છે. બાદમાં 5 જાન્યુઆરીના રોજ ચોરી કરવા માટે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી બાઇકની ચોરી કરી હતી. બાદમાં તેણે બાઈકથી ફરિયાદીનો પીછો કરી અને ચાવી કાઢી દુકાનમાંથી ચોરી કરી હતી. ચોરીનું બાઈક તેણે બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા મેદાનમાં બિનવારસી મૂકી દીધું હતું. દાગીના શુભમ જવેલર્સને ત્યાં વેચી પૈસા મેળવ્યા હતા. જેમાંથી થોડા પૈસા તેણે ઘરે મુક્યા હતા અને બાકીના પૈસા તેણે ગાડીના હપ્તા અને દેવું ચૂકવવા માટે આપી દીધા હતા.