- પ્રત્યેક મતની છે ખાસ કિંમત
- મતદારોને રિઝવવા ઉમેદવારો કરતા હોય છે અનેક વાયદાઓ
- મતદારોના દિલ જીતવા ખૂબ જ છે મુશ્કેલ
અમદાવાદ : ચૂંટણીમાં એક મતની કિંમત શું છે અને એક એક પામવા માટે તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. આ માટેનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ, તો સરદાર વલ્લભભાઈ પટેલ કે જે 1917માં ચૂંટણી માટે એક મતથી પોતાના પદ હાંસલ કર્યું હતું અને ચૂંટણી જીત્યા હતા. મહત્વનું છે કે, એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે 314 મત મળ્યા હતા. ત્યારે તેમના હરિફ બેરિસ્ટર ગુલામ મયુદ્દીનને 313 મત મળ્યા હતા. માત્ર એક જ મતથી સરદાર પટેલ વિજયી બન્યા હતા. મહત્વનું છે કે, અમદાવાદના ઈતિહાસમાં સૌથી પ્રથમ વખત રસાકસીભરી ચૂંટણી સરદાર પટેલ સમયવાળી ગણવામાં આવે છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવારો પોતાને પાર્ટીને જીતાડવા માટેની પ્રયત્નો કરતા હોય છે, પરંતુ જે તે પક્ષમાં ઉમેદવારો અનેક મહેનત બાદ પોતાની જીત હાંસિલ કરતા હોય છે.
સરદાર પટેલ જીત્યા હતા એક મતથી ચૂંટણી
પોતાના વિસ્તારમાં પ્રતિનિધિ ચૂંટવાની પ્રથા વર્ષો જૂની ચાલી આવે છે. ત્યારે 1917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક મતથી જીત્યા હતા અને ત્યારે તેમની રાજકીય જીવનની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ સરદાર પટેલ 1924માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. 1931માં તેમને કરાંચી કોંગ્રેસના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ દેશના સિંહ પુરુષ તરીકે આપણી સ્મૃતિમાં કાયમ અંકિત થઈ ગયા
સામાન્ય ધરતીપુત્ર અને બાદમાં ભારતના ભાગ્ય માટે વિધાતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ દેશના સિંહ પુરુષ તરીકે આપણી સ્મૃતિમાં કાયમ અંકિત થઈ ગયા છે. હંમેશા ભારતને આગળ લાવવા માટે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન સરદાર પટેલે કાયમ કર્યું હતું. એટલે જ કહી શકાય કે, અભૂતપૂર્વ એવું ભવ્ય જીવન સરદાર પટેલનું રહ્યું છે.
2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રહેશે તથા ખરેખર
સૌપ્રથમ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી માટે જાણીતા હતા, તો કેટલાક લોકો અપક્ષમાંથી ઉભા રહેતા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ સાથે જ આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી પણ પોતાના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉભા રાખવાની છે. ત્યારે આ વખતની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીએ પૂરતું જોર લગાવવું પડશે.