- ગુજરાત હાઇકોર્ટે લગાવી રાજ્ય સરકારને ફટકાર
- શું AMC રાજ્ય સરકારના અંતર્ગત નથી આવતી?: ચીફ જસ્ટિસ
- AMC કઈ રીતે 108 સિવાયના દર્દીઓને દાખલ થવા ના પાડી શકેઃ કોર્ટ
- શું 1 મે સુધીમાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ જશે ? અને સરકાર તે માટે તૈયાર છેઃ હાઇકોર્ટ
- શું રાજ્ય માત્ર AMC પાછળ જ તૈયારી કરી રહ્યું છે. બીજા જિલ્લાઓમાં પણ સ્થિતી ખરાબ છે
અમદાવાદઃ એક તરફ રાજ્ય સરકાર તમામ દર્દીઓને સારવાર આપી રહી છે ત્યારે AMC માત્ર 108થી આવતા દર્દીઓને જ સારવાર આપે છે. હાઇકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે શું AMC રાજ્ય અંતર્ગત નથી આવતી? કઈ રીતે AMC દર્દીને એવું કહી શકે કે ખાનગી વાહનમાં આવ્યા એટલે સારવાર નહીં થાય? નામદાર કોર્ટના આ સવાલનો જવાબ આપતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો બધાને પ્રવેશ આપવામાં આવશે તો બેડ તરત ભરાઈ જશે. જેનાથી એવી સ્થતિ ઉભી થઇ શકે કે જ્યાં સિરિયસ દર્દીને બેડ જ ન મળે.
આ પણ વાંચોઃ કલેક્ટર પાસેથી રેમડેસીવીરની ફાળવણી સતા હાઇકોર્ટે છીનવીને ચીફ સેક્રેટરીને સોંપી
આગામી સમયમાં વધતાા કેસ સામે બેડની સુવિધા ઉભી કરવા સરકાર તૈયાર છે?
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે, હાલની સ્થતિ મુજબ શું મે મહિના સુધી કેસ બમણા થઇ જશે? શું એટલા બેડની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે? વળી જવાબ સરકારે GMDC ગ્રાઉન્ડ ખાતે ઉભી કરેલી 900 બેડની હોસ્પિટલનો હવાલો મળતા કોર્ટે સવાલ કર્યો હતો કે શું અમદાવાદમાં જ સ્થિતિ ખરાબ છે ? બાકી જિલ્લાઓનું શું?
આગામી સમયમાં વધનારા કેસ સામે બેડની સુવિધા ઉભી કરવા સરકાર તૈયાર છે?
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે, હાલની સ્થતિ મુજબ શું મે મહિના સુધી કેસ બમણા થઇ જશે? અને શું એટલા બેડની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે? વળી જવાબ સરકારે GMDC ગ્રાઉન્ડ ખાતે ઉભી કરેલી 900 બેડની હોસ્પિટલનો હવાલો મળતા કોર્ટે સવાલ કર્યો હતો કે શું અમદાવાદમાં જ સ્થતિ ખરાબ છે ? બાકી જિલ્લાઓનું શું?
ઓક્સિજન લેવા માટે લોકો કેમ આમથી તેમ દોડી રહ્યા છે?: ચીફ જસ્ટિસ
ઓક્સિજનની સર્જાયેલી ઘટ અને તેની માગ માટે થતી પડાપડીને લઇ ગુજરાત હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, ઓક્સિજનને મેળવવા લોકો કેમ આમથી તેમ દોડી રહ્યા છે ? અને ઓક્સિજન કઈ રીતે મળે છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે કઈ રીતે ઓક્સિજન મળે છે. આ સવાલના જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારને મળે છે અને પછી ચોક્કસ ચેઇન મારફતે હોસ્પિટલને સપ્લાય કરવામાં આવી રહ્યો છે પણ હાઇકોર્ટે ટકોર કરી હતી કે બધું કાગળ ઉપર જ છે પણ વાસ્તવિકતા ઘણી જુદી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારને "સુપ્રીમ" રાહત, હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે
4 મે સુધીમાં બધી વ્યવસ્થા ઉભી કરવા સૂચના
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં જણાવ્યું છે કે, AMC 108 સિવાયના દર્દીઓને પણ સારવાર આપે તે માટે જણાવશે. તેમજ ફસ્ટ કમ ફસ્ટ સર્વની પોલિસીને બદલે પ્રાથમિકતા ધરાવતા દર્દીને સારવાર મળે તે માટે પણ સરકારને જણાવશે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, પહેલા બધી તૈયારી કરી લો, પછી પરિસ્થિતિ ખરાબ છે તેમ ના કહેવું.
જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળોઃ ગુજરાત હાઇકોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે પરિસ્થિતિ જે રીતે ગંભીર થઇ રહી છે તે મુજબ લોકોએ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. એક અઠવાડિયુ નહીં કમાશો નહીં તો વાંધો નથી પણ લોકોએ પોતાની જવાબદારી સમજવી પડશે.
હોસ્પિટલમાં આવતા દર્દીની પહેલા તપાસ તો કરો
નામદાર કોર્ટે સરકારને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ડોક્ટર સાથે એક ટીમ રાખો કે જે આવનારા દર્દીની તપાસ કરે. જો તે ક્રિટિકલ હોય તો તેને કેટેગરી પ્રમાણે બેડ આપો, જો તેને હોમ આઇસોલેશનની જરૂર હોય તો તેમ સૂચન કરો પણ સારવાર તો આપો. દર્દીને માનસિક અને શારીરિક સંતોષ થાય તેવી સારવાર તો આપો. કોઈ ડોક્ટર કઈ રીતે કહી શકે કે 108માં નહીં આવ્યા એટલે સારવાર નહીં મળે ?
આ પણ વાંચોઃ કલેક્ટર પાસેથી રેમડેસીવીરની ફાળવણી સતા હાઇકોર્ટે છીનવીને ચીફ સેક્રેટરીને સોંપી
સુઓમોટો રિટ પીટીશનમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ રજૂ કર્યો હતો
કોરોનાના વધી રહેલા સંક્રમણ અંગેની સુઓમોટો રિટ પીટીશનમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ રજૂ કર્યો હતો. જેને લઈને 22 એપ્રિલે હાઇકોર્ટે હુકમ જાહેર કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર પાસેથી રેમડેસીવીર વિતરણની સતા છીનવી લેવામાં આવી છે અને આરોગ્ય વિભાગના ચીફ સેક્રેટરીએ તમામ સતા પોતાના હસ્તક લેવા માટે અપીલ કરવામાં આવી છે. હાઇકોર્ટે સૂચન કર્યું છે કે, ચીફ સેક્રેટરી એક પોલીસી નક્કી કરે તેને હસ્તગત રાજ્યમાં રેમડેસીવીરનું વિતરણ કરવામાં આવે.
જરૂરિયાત દર્દીને પહેલાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે
રેમડેસીવીર વિતરણ અંગે રાજ્યવ્યાપી પોલિસી બનાવવા માટે સરકારે આદેશ કર્યો છે. આ પોલિસી તમામ પરિબળોને ધ્યાનમાં લઈને બનાવી જોઈએ. દર્દી સરકારી હોસ્પિટલ હોઈ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં હોઈ તે અંગે કોઇપણ જાતનો ભેદભાવ રાખવામાં ન આવે તેમજ જે દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ હોય તેવા દર્દીઓને સૌથી પહેલાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું છે.
ઇન્જેક્શન લઇને હોસ્પિટલની બહાર મોટી લાઈન લાગે છે
હાલમાં હાઇકોર્ટમાં એ બાબત રજૂ કરવામાં આવી હતી કે, રેમડેસીવીર ઇન્જેક્શન લઇને હોસ્પિટલની બહાર મોટી લાઈન લાગે છે. જેમાં કોરોના સંક્રમણ વધારે ફેલાય છે તો એવી વાત પણ હાઇકોર્ટ સામે આવી હતી કે, જે દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત નથી તેવા દર્દીઓને પણ ડોક્ટરો દ્વારા ઇન્જેક્શન લખી આપવામાં આવે છે અને દર્દીના પરિવારજનો ઇન્જેક્શન માટે ભાગદોડ કરે છે. જેને લઇને કાળા બજારીને પણ મોટું પ્રોત્સાહન મળતું હોવાથી હાઇકોર્ટ દ્વારા ચીફ સેક્રેટરીને સૂચનો કરી પોલીસી બનાવવા માટે નિર્ણય કર્યો છે.
108 જે દર્દીઓને પહેલા જરૂરી હોય તેવા દર્દીઓને પહેલા મળે તેવી સુવિધા ઉભી કરવી
હાઈકોર્ટે એમ પણ સૂચન કર્યું છે કે, 108 જે દર્દીઓને પહેલા જરૂરી હોય તેવા દર્દીઓને પહેલા મળે તેવી સુવિધા ઉભી કરવી તેમજ જે દર્દીઓને વધારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા દર્દીઓને પહેલા બેડ મળે તેવી સુવિધા ઉભી કરવા માટે પણ સૂચન કર્યું હતું.