અમદાવાદ: પ્રથમ કોરોના પોઝિટિવ નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઇ ગયા હતા. પરંતુ તેને કોરોનાના લક્ષણો દૂર થઇ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી. અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી છે. નિયોમી શાહે જણાવ્યું કે, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી પોતાનું ધ્યાન રાખે તે ખુબ જરૂરી છે. સાથે જ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે.
અમદાવાદમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલી યુવતીને ડિસ્ચાર્જ કરવામાં આવી - SVP હોસ્પિટલ
અમદાવાદમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલી યુવતીને રજા આપવામાં આવી છે. કોરોનાની પહેલી પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને આખરે 33 દિવસ પછી SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. કોરોનાની સામે 33 દિવસથી નિયોમી શાહ જંગ લડી રહી હતી. સેટેલાઈટમાં રહેતી અને ન્યૂયોર્કથી આવેલી શહેરની પહેલી પોઝિટિવ 21 વર્ષીય યુવતી 31 દિવસથી SVPમાં સારવાર લઈ રહી હતી.
અમદાવાદમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલી યુવતીને રજા આપવામાં આવી