ETV Bharat / city

ઈડરના ગરીબ ખેડૂતના ચહેરાની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ સર્જરી

author img

By

Published : Mar 5, 2021, 9:08 PM IST

ઈડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણ પર રાત્રે જંગલી પ્રાણીએ હૂમલો કર્યો હતો અને તેમને પ્રાણીના પંજાથી ચેહરો ભારે ઈજાગ્રસ્ત થયો હતો. ચહેરાનો 40 ટકા ભાગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ સિવિલ હોસ્પિટલના ડૉકટરોની ટીમે 10 કલાકની સર્જરી કરીને ચહેરાનું પુનઃ સર્જન કર્યું છે.

Ahmedabad
Ahmedabad
  • સતત 10 કલાકની સર્જરીના અંતે મળી સફળતા
  • 12 લાખની સર્જરી થઈ વિનામુલ્યે
  • કોરોના સમયમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગે 1300 સર્જરી કરી છે

અમદાવાદ : પ્રવીણ ભોભી જાન્યુઆરી મહિનામાં રાત્રિ સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે એકાએક જંગલી પ્રાણીએ તેમના પર ઘાતકી હૂમલો કર્યો હતો. આ હૂમલો એટલો ઘાતક હતો કે, જંગલી પ્રાણીના પંજાથી પ્રવીણના ચહેરાનો 40 ટકા ભાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણ ભોભી બચી તો ગયા પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો.

પ્રવીણભાઈ
પ્રવીણભાઈ

બે હોસ્પિટલ ફર્યા પછી અમદાવાદ લાવવામાં આવ્યા

અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના સગા તેમને ઇડર હોસ્પિટલ લઇ ગયા, ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઇ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી લીધી હતું, જે કારણોસર જ પ્રવીણને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતા.

પ્રવીણભાઈ
પ્રવીણભાઈ

આંખ, પાંપણ, ગાલ, ઉપલો હોઠ અને નાકનો હિસ્સો ગુમાવી દીધો હતો

અહીં ચકાસણીના અંતે જાણવા મળ્યુ કે જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઉપલી અને નીચલી પાંપણ, ગાલ, ઉપરના હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત દયનીય બની જાય તેમ હતી, તેથી ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ (પુનઃનિર્માણ) સર્જરી કરીને પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો હતો.

માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી ચહેરાનું પુનઃસર્જન કરાયું

ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરવામાં આવ્યું હતુ. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલા, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળની ચામડી અને તાળવામાંથી મયુકોસા લેવામાં આવેલા હતા.

પ્રવીણભાઈની સર્જરી 10 કલાક ચાલી

પ્રવીણભાઈની સર્જરી કુલ મળીને 10 કલાક સુધી ચાલી હતી અને તમામ પ્રથમ રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) એક જ વખતની સર્જરીમાં કરવામાં આવ્યા હતાં. ડૉ. જયેશ પી. સચદે, ડૉ. માનવ પી. સુરી, ડૉ. હિરેન એ. રાણા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ, એનેસ્થેસિયા વિભાગ તથા ઓપ્થેલ્મોલોજી વિભાગની ટીમ પણ આ સર્જરીમાં જોડાઈ હતી. આ કિસ્સાથી સાબિત થાય છે કે ગુજરાતમાં અગાઉ આવી ખર્ચાળ સર્જરી માત્ર ધનિક વર્ગ જ કરાવી શકતા હતા. જે આજે સરકારી હોસ્પિટલોમાં ગરીબ વર્ગના લોકો માટે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ છે.

કોરોનાકાળમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગે ઉમદા કામગીરી કરી

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સતત 10 કલાકથી વધુ સમય ચાલેલી પ્રવીણભાઈની સર્જરી અને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઈ છે, જેની સામે અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં અંદાજિતપણે 10થી 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત. કોવિડ 19ની મહામારીના કપરા કાળમાં પણ અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે સહેજ પણ ડગ્યા વગર દર્દીઓની સેવા કરી હતી અને આ ગાળામાં અંદાજે 1300 જેટલી સર્જરી કરીને કર્તવ્યપરાયણતાની મિસાલ સ્થાપી છે.

પ્લાસ્ટિક સર્જરી ધનિક લોકો જ કરાવે છે?

સામાન્ય રીતે આ શબ્દ સંભળાય એટલે લોકોના મનમાં એવી છાપ છે કે તેનો ઉપયોગ માત્ર ધનિક વર્ગના લોકો ફૅસ મેકઓવર, ચહેરો વધુ આકર્ષક કે નવપલ્લવિત કરવા, નાકને વધુ આકર્ષક બનાવવા માટે કરે છે. આ નાના માણસોના કામની વાત નથી, આ ભૂલભરેલી ધારણાને ખોટી પાડતો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જીને ડૉક્ટર્સની ટીમે તદ્દન વિનામૂલ્યે થયેલી પ્લાસ્ટિક સર્જરી દ્વારા સાબરકાંઠાના એક ગરીબ ખેડૂતને નવો ચહેરો પ્રદાન કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં 18 વર્ષના કિશોરની દુર્લભ બિમારી સ્કોલિયોસિસનું નિદાન થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.