અમદાવાદ/વડનગર: મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર હવે દુનિયાભરમાં જાણીતું થઈ ગયું છે. કારણે કે, આ ગામ વડાપ્રધાન મોદીનું (Birth Place of Narendra Modi) જન્મસ્થળ છે. વડાપ્રધાન મોદીના પરિવારજનો તરફથી માતા હીરાબાના જન્મદિવસ પ્રસંગે વડનગરમાં (Special Pooja At Vadnagar) ખાસ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દીર્ઘાયુષ અને સારા સ્વાસ્થ્ય માટે વડનગરના પીઢોરી (Narendra Modi's Home) દરવાજે નવનિર્મિત મકાનમાં નવચંડી યજ્ઞનું કરાયો હતો. વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ માતા હીરા બાને ખાસ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે યજ્ઞમાં આહુતી પણ આપી હતી.
આ પણ વાંચો: પાવાગઢના દર્શન બાદ મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત
જગન્નાથમાં આરતી: હીરાબાએ અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરે જન્મદિવસ નિમિતે ખાસ પૂજા કરાવી હતી. વડાપ્રધાન મોદીના પરિવારજનોએ માતા હીરાબા સાથે જગન્નાથજીની આરતી કરી હતી. જન્મદિવસ પ્રસંગે પરિવારજનો તરફથી એક ભંડારા અને મહાપ્રસાદનું પણ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનોએ સાથે પ્રસાદ લેવાનું આયોજન કર્યું હતું. વડનગરમાં જ્યારે હીરા બા મોદીનો શતાયુ પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે પોતાના નવા મકાને નવચંડી યજ્ઞમાં આવેલા પ્રહલાદભાઈ મોદીએ માતાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.