અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અને સુરતમાં કોરોના વાયરસના કેસમાં શરૂઆતમાં ખૂબ જ વધારો થઈ રહ્યો હતો. સુપર સ્પ્રેડર પણ વધી રહ્યાં હતાં ત્યારે જે તે સમયના સીઆઇડી ક્રાઇમના SP હરેશ દૂધાતને કોરોનાના કેસો પર નિયંત્રણ લાવવા માટે તથા સુપર સ્પ્રેડર અટકાવવા માટે જવાબદારી સોંપાઈ હતી. અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં SP હરેશ દૂધાતે જવાબદારી નિભાવી હતી. જેના કારણે કેસોમાં સારું એવું નિયંત્રણ જોવા મળ્યું હતું. જે બાદ સુરતમાં પણ કેસ વધતાં સુરતના વરાછા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ હરેશ દૂધાતે નિયંત્રણ લાવવા માટે અનેક પગલાં ભર્યા હતાં જે બાદ કેસો પર નિયંત્રણ જોવા મળ્યું હતું.
સુપર સ્પ્રેડર અટકાવવામાં સુપર કામગીરી કરનારા SP હરેશ દૂધાત કોરોનાને મ્હાત આપી ડ્યૂટી પર પરત ફર્યા - કોરોના વોરિયર્સ
કોરોના વાયરસનો કહેર હજુ યથાવત જ છે. કોરોના વૉરિયર્સ પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ વધતાં સુપર સ્પ્રેડર અટકાવવા અને કેસ પર નિયંત્રણ લાવવા SP હરેશ દૂધાતને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે SP હરેશ દૂધાત પણ પોઝિટિવ થયાં બાદ કોરોનાને મ્હાત આપીને પરત ફર્યાં છે.