અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઇન્ટિંગ શોમાં જાતે બનાવેલ પેઇન્ટિંગ સાથે શનાયાએ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. આ શોમાં અલગ-અલગ ૫૮ જેટલા સિનિયર આર્ટિસ્ટે ભાગ લીધો હતો જેમાં શનાયા સૌથી નાની વયની પાર્ટિસિપન્ટ હતી. તેમ જ તેણે બનાવેલાં બન્ને ચિત્રો તરત જ વેચાઈ ગયાં હતાં. શનાયા અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં જુનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. જોકે કહી શકાય કે શનાયાને આ કળા માતા સપના કે જેવો ફાઈન આર્ટ્સના સ્ટુડન્ટ રહ્યાં છે અને પિતા એડવોકેટ રિદ્ધેશ ત્રિવેદી દ્વારા જ મળી છે.
શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન શનાયાએ કુદરતને લગતાં પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. એ પોતાના ક્રિએટિવ ઈમેજીનેશનને કેનવાસ પર ઉતારે છે. શનાયા જુદા જુદા રંગોની સાથે રમીને પેઈન્ટિંગ તૈયાર કરે છે. જોકે પાંચ વર્ષની ઉંમરે રંગોને સમજી તેના અલગ-અલગ કોમ્બિનેશન બનાવી નેચરને પ્રતિબિંબિત કરે છે તે દર્શાવે છે એક પાંચ વર્ષનું બાળક કુદરતના રંગોની પરિભાષા સમજે છે અને તેની સમજ પ્રમાણે જ તેની નજરને કેનવાસ પર કંડારવા પ્રયત્ન કરે છે.શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન લોકડાઉનમાં શનાયાએ 30 જેટલી અલગ-અલગ રેસીપી પણ બનાવી છે. જોકે માન્યામાં ન આવે કે પાંચ વર્ષની બાળકીએ રેસિપી બનાવી છે. પરંતુ બાળકની ઉત્સુકતા તેમ જ ઘરમાં લોકડાઉન દરમિયાન માતા અને દાદીને રસોડામાં જોઈને આ નાની બાળકીને પણ રસોઇનો શોખ જાગ્યો હતો અને lockdown દરમિયાન માતાની મદદમાં શનાયાએ 30 કેટલી અલગ અલગ વાનગીઓ બનાવી છે.