- રેરાના ચેરપર્સન અને બે ટેક્નિકલ સ્ટાફની નિમણૂકનો મામલો
- Gujarat High Court માં સરકારે રજૂ કર્યો જવાબ
- રેરા ગુજરાત ચેરપર્સન નિમણૂક મામલે અપાયેલી નોટિસનો જવાબ
- RERA Gujarat ચેરપર્સન અને ટેકનિકલ સ્ટાફની ભરતીને લઇ થઇ છે PIL
અમદાવાદ- રેરા ગુજરાતમાં ચેરપર્સન ( RERA Gujarat ) અને બે ટેક્નિકલ સ્ટાફની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં ( Gujarat High Court ) કરવામાં આવેલી જાહેર હિતની અરજી ( PIL ) ઉપર આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કરતા જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનાની અંદર ચેરપર્સનની નિમણુક થઈ શકશે. મહત્વનું છે કે અગાઉ રેરાના ચેરમેન લાયકાત મુજબની વયમર્યાદાએ પહોંચતાં તેઓ નિવૃત્ત થયાં ત્યારથી આ જગ્યા ખાલી પડી છે.
જૂન મહિનાથી ચેરપર્સનની નથી થઈ નિમણૂક
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ગત જૂન મહિનાથી રેરાના ( RERA Gujarat ) પૂર્વ ચેરમેન નિવૃત થયાં ત્યારથી જગ્યા ખાલી પડી છે. આ સિવાય ટેક્નિકલ સ્ટાફની જગ્યા પણ સપ્ટેમ્બર મહિનાથી ખાલી પડી છે. આ જગ્યાઓ ખાલી રહેવાને કારણે 300 થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. આ ઉપરાંત રેરાના કોઈ પણ કામ તાત્કાલિક કામ માટે હાઇકોર્ટ ( Gujarat High Court ) સુધી આવવું પડે છે. જે ખૂબ જ સમય માગી લે છે અને અરજીનો પણ બેકલોગ વધી રહ્યો છે. આજે સુનાવણી દરમીયાન કોર્ટે રાજ્ય સરકારને 3 મહિનાનો સમય હજી કેમ લાગશે તેવો સવાલ કર્યો હતો. આ સામે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે નિમણૂક માટે હજી કન્સલ્ટન્સીની મંજૂરી મળે તે માટે રાહ જોવાઇ રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટે 'રેરા એપલેટ ટ્રિબ્યુનલ'માં ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે સરકાર પાસે માંગ્યો જવાબ
આ પણ વાંચોઃ હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી