ETV Bharat / city

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી - રિપીટર વિદ્યાર્થીઓ

રાજ્યમાં કોરોનાને લઈને 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ, જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેના માટે રાજ્ય સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે, રાજ્યમાં 4.91 લાખ રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં, વિદ્યાર્થીઓએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર અને સ્લોગન સાથે ન્યાયની માંગ કરી હતી અને વિરોધ દર્શાવ્યો હતો.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

author img

By

Published : Jun 5, 2021, 7:55 PM IST

Updated : Jun 5, 2021, 8:03 PM IST

  • રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ
  • રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ અમને પણ માસ પ્રમોશન આપો: રિપીટર્સ
  • હાથમાં બેનર અને સ્લોગન સાથે વિરોધ કર્યો

અમદાવાદ: રાજ્યમાં સરકારે આપેલા 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં નારાજગી અને કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, રિપીટર વિદ્યાર્થીઓમાં ખાસ નારાજગી જોવા મળી હતી. ત્યારે, 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે બેનરો અને સ્લોગન સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને કહ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓને મા પ્રમોશન આપવામાં આવ્યું છે. તો માસ પ્રમોશન અમને કેમ નથી આપવામાં આવ્યું. આ અંગે, વિદ્યાર્થી મીત ભાવસારે જણાવ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવે છે તો અમારા હિતમાં કેમ સરકાર પાછી પાની કરે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

આ પણ વાંચો: ધોરણ 10માં નિયમિત રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUI એ કરી શિક્ષણ પ્રધાનને માગ

વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન લઈને ચિંતા વધી

આ મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે લડત લડવામાં આવી રહી છે. ત્યારે, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન લઈને ચિંતા વધી છે. કારણ કે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપવામાં આવ્યું છે. પરંતુ, હવે આગળ કોઈ પણ ફિલ્ડમાં જવા માટે કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા

Last Updated : Jun 5, 2021, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.