ETV Bharat / city

રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી અભય ભારદ્વાજે આપ્યું હતું આ નિવેદન, સાંભળો તેમના જ મુખે

author img

By

Published : Dec 1, 2020, 10:52 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાને કારણે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ તાજેતરમાં જ રાજ્યસભાની સાંસદની ચૂંટણી જીત્યા હતા. તેઓ એક પત્રકાર અને પ્રતિષ્ઠિત વકીલ પણ હતા. રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી તેમણે કરેલું એક નિવેદન ખૂબ જ મહત્વનું બની રહ્યું છે જેમાં તેમણે 'હું તમારી સાથે જ છું' તેમ કહી પત્રકારોના દિલ જીતી લીધા હતા.

રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી અભય ભારદ્વાજે આપ્યું હતું આ નિવેદન

  • રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
  • અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં નિધન
  • રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી આપ્યું હતું મહત્વનું નિવેદન

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં અભય ભારદ્વાજે ખૂબ સરસ વાત કરી હતી, અને પત્રકારોને કહ્યું હતું કે, "હું તમારો સાથીદાર જ છું, અને હવે દિલ્હી જઈ રહ્યો છું." ત્યારે તેમણે પત્રકારોના દિલ જીતી લીધા હતા. એક પત્રકારે તો અભયભાઈને એમ પણ કહ્યું હતું કે તમારી દિલ્હી યાત્રાનો અમને ગર્વ છે.

રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી અભય ભારદ્વાજે આપ્યું હતું આ નિવેદન, સાંભળો તેમના જ મુખે

પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયાના સમાચાર મળતા જ પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અભય ભારદ્વાજ જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "તમારા બધાનો સાથીદાર પત્રકાર મિત્ર દિલ્હી જાય છે. હું 1970થી 1980માં જનસત્તામાં ન્યૂઝ એડિટર હતો. એટલે તમારે ભુલાય નહી, હું તમારા પૈકીનો જ એક છું. તમારો સાથીદાર છું." ત્યારે ગાંધીનગરના પત્રકારોએ જવાબ આપ્યો હતો કે તેનો અમને ગર્વ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.