ETV Bharat / city

18 માસથી 5 વર્ષ સુધીના બાળકોના ઓનલાઈન અભ્યાસ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં PIL કરાઈ

કોરોના લૉકડાઉન દરમિયાન અમદાવાદના કેટલાક પ્લે-ગ્રૂપ અને કિન્ડર-ગાર્ડન નાના બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવી રહ્યાં છે, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાથી તેના પર પ્રતિબંધ મુકવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

18 માસથી 5 વર્ષ સુધીના બાળકોના ઓનલાઈન અભ્યાસ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં PIL કરાઈ
18 માસથી 5 વર્ષ સુધીના બાળકોના ઓનલાઈન અભ્યાસ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં PIL કરાઈ
author img

By

Published : Jun 29, 2020, 8:07 PM IST

અમદાવાદ: અરજદાર ઉત્સવ ચોકસી વતી ગુજરાત હાઇકોર્ટમાં વકીલ રાહુલ જૈન મારફતે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે WHO અને વૈશ્વિકસ્તરની સંસ્થાઓની માર્ગદર્શિકા પ્રમાણે 18 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને લાંબા સમય સુધી લેપટોપ કે મોબાઈલ સ્ક્રીન સામે બેસી રહેવાથી આરોગ્યને નુકસાન થાય છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં પણ 5 જેટલા નિષ્ણાતોના અભિપ્રાયને પણ ટાંકવામાં આવ્યાં છે.

18 માસથી 5 વર્ષ સુધીના બાળકોના ઓનલાઈન અભ્યાસ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં PIL કરાઈ
18 માસથી 5 વર્ષ સુધીના બાળકોના ઓનલાઈન અભ્યાસ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં PIL કરાઈ

નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે 18 મહિનાથી 5 વર્ષના બાળકો આખા દિવસ દરમિયાન 45 મિનિટથી વધુ લેપટોપ કે મોબાઈલ સ્ક્રીન સામે ન જોવું જોઈએ. જ્યારે અહીં બાળકોને બે-બે કલાક ભણાવવમાં આવે છે જેથી તેમના સ્વાસ્થ પર વિપરીત અસર પડે છે.

આ મુદ્દે વાતચીત કરતા અરજદારના વકીલ રાહુલ જૈને જણાવ્યું હતું કે વિવિધ પ્લે-ગ્રૂપ અને કિન્ડર-ગાર્ડનમાં 6 મહિનાના સેમેસ્ટર પૈકી અધધ 30 હજારથી 1 લાખ રૂપિયા જેટલી ફી વસૂલવામાં આવે છે. પૈસા પરત ન આપવા પડે એટલે ફિઝિકલ સ્વરૂપમાં બાળકો પાસે કરાવવામાં આવતી એક્ટિવિટીનું ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. 18 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો વધુ પડતા મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે નજર રાખે તો તેમને ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓ થવાની શક્યતાઓ રહે છે, જેથી પ્લે-ગ્રૂપ અને કિન્ડર-ગાર્ડનમાં ઓનલાઈન અભ્યાસ અટકાવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.