- અમદાવાદીઓનું અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત
- 2021 સાથે વેક્સિનના આગમનના બેનર બનાવ્યા
- 2020 માસ્ક તો 2021 વેક્સિન સાથે જાય તેવી આશા
અમદાવાદ: 2020 સૌના માટે ખૂબ જ આઘાતજનક સાબિત થયુ છે. ત્યારે ઝડપથી 2021નું સ્વાગત કરવા તમામ લોકો આતુર છે. તેવામાં અમદાવાદીઓએ 2021 વેક્સિન સાથે આવે અને કોરોમાથી મુક્તિ મળે તે રીતે નવા વર્ષનું સ્વાગત કરવા બેનર બનાવ્યા હતા.
કેવી રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત?
શહેરના યુવાવર્ગે સાથે મળીને અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જેમાં ડૂબતા સૂર્ય સાથે જૂના વર્ષને વિદાય આપી હતી. ત્યારે કોરોનાની બીમારીમાંથી મુક્તિ મળે તે માટે આગામી વર્ષ વેક્સિન લઈને આવે તેવી આશા સાથે બેનર બતાવીને નવા વર્ષને વધાવ્યું હતું. આ વર્ષે વેક્સિન આવ્યા બાદ ખૂબ જ સારી રીતે જાય તે માટે અમદાવાદીઓએ પ્રાર્થના પણ કરી હતી.
વર્ષ 2020મા કોરોનાને કારણે લોકોએ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે તેવી આશા સાથે લોકો 2021ને વધાવી રહ્યા છે. લોકો ખુશી સાથે 2021ને વધાવીને મહામારીથી બચવા માંગે છે.