- અમદાવાદમાં કોરોના ચેઇન બ્રેક થવાની શક્યતા વધી
- રસ્તાઓ ઉપર ટ્રાફિકમાં જોવા મળી રહી છે ઘટ
- હાઇકોર્ટેના ચીફ જસ્ટિસે પણ જણાવ્યું કે ટ્રાફિક ઘટ્યું છે
અમદાવાદ: કોરોના મહામારીને લઇ ચાલી રહેલી સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પણ જણાવ્યું હતું કે, બોડકદેવના ગોરમોહ ચાર રસ્તા, જજીસ બંગલો પાસે લોકોની અવરજવર ઘટી છે. અગાઉ જ્યાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ ઓફ થઇ જવા છતાં સંપૂર્ણ ટ્રાફિક ક્રોસ કરી શકાતો ન હતો પણ હવે સિગ્નલ ઉપર રાહ જોતા ટ્રાફિકમાં પણ ઘટાડો થયો છે. હવે ગ્રીન સિગ્નલ હોવા છતાં રોડ ઉપર સિગ્નલ ક્રોસ કરવા વાહનો નથી.
આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવો નિયમ, નાઈટ કરફ્યુમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે
શહેરના અન્ય સ્થળોએ પણ જોવા મળી આ જ સ્થિતિ
શહેરમાં મોટા ભાગના રસ્તાઓ પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. માનસી ક્રોસ રોડ, વસ્ત્રાપુર, ગુરુકુળ, હેલ્મેટ ચાર રસ્તા, IIM જેવા રસ્તાઓ કે જ્યાં કાયમ ભારે સંખ્યામાં વાહનોની અવરજવર થતી રહે છે, ત્યાં પણ રસ્તાઓ ઉપર ટ્રાફિકની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકોએ સ્વેચ્છાએ હવે ઘરથી બહાર નીકળવાનું બંધ કર્યું છે. ઓફિસમાં 50 ટકા સ્ટાફ, જુદા જુદા વેપારી મંડળોએ કરેલા સ્વેચ્છાએ બંધથી ચોક્કસથી કોરોના ચેઇન બ્રેક કરવામાં મદદ મળશે.