- 16 દિવસની એક્ટીવિઝન થીમ
- મહિલાઓ પર થતી હિંસા અટકાવવા શરૂ કરાયું અભિયાન
- બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ
અમદાવાદ: મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે અને જાતીય હિંસા અંગે તમામ વર્ગના લોકોને માહિતી આપી શકાય તે માટે અમદાવાદમાં વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ સાથે મળીને એક પ્રકારની એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે જેમાં બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી.
કોરોના સમયમાં મહિલાઓ પરના અત્યાચારોમાં થયો વધારો
લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં 40 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે તેને રોકવા માટે વિદ્યાર્થીઓને કાચી ઉંમરથી જ પ્રેરણા મળે તો આગળની પેઢી આ પ્રકારના બનાવોનો ભોગ બનતી અટકે. આ કાર્યક્રમમાં ગુજરાત શિક્ષણ વિભાગને પણ સાથે રાખીને જ ફાઉન્ડેશનના ચેરમેન રૂઝાન ખંભાતા દ્વારા મહિલાઓ વિરૂદ્ધ થતા અત્યાચારો રોકવા માટે આ ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.