અમદાવાદઃ કુહા ગામમાં 1 ઓગષ્ટ 2019 પછી જન્મ થનાર 27 જેટલી શક્તિ-સ્વરુપા કન્યાઓનું પૂજન જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યું હતું.દીકરો-દીકરી એકસમાન તેમજ જેન્ડર ઇક્વાલિટી જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સામાજિક ક્રાંતિનો સંદેશ છે કે આપણે આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ભૂલી રહ્યા છીએ. જેના લીધે બાળ જ્ન્મદરમાં બાળકીઓનો ઘટાડો નોંધાવા લાગ્યો છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે.
દસ્ક્રોઈ તાલુકાના કુહા ગામમાં નવતર પ્રયોગ: દિકરીના ઘરને 'દિકરી નિવાસ' નામ અપાયું - કુહા
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામે 27 જેટલી નાની બાળાઓનો ‘કન્યા શક્તિ પૂજન’ કાર્યક્રમ યોજાયો હતો, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપીને અને સેક્સ રેશિયોમાં સમાનતા જળવાય એ મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં તમામ બાળાઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ્થી સનમાનિત કરીને તથા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત ચાંદીનો સિક્કો અને વસ્ત્રોની કિટ આપવામાં આવી.
દસ્ક્રોઈ તાલુકાના કુહા ગામમાં નવતર પ્રયોગઃ દીકરીના ઘરને 'દીકરી નિવાસ' નામ અપાયું