નાગપુર સ્થિત સનવિજય રોલિંગ એન્ડ એન્જીનિયરીંગ લિમિટેડે રાજકોટની રોલવેલ ફોર્જ લીમીટેડ વિરૂદ્ધ દાવો કર્યો હતો કે, તેણે 2011માં 23 લાખ રૂપિયાનો માલ ખરીદ્યાં બાદ ચુકવણી કરી નથી. જોકે 7 વર્ષ બાદ અરજી દાખલ થતાં NCLTએ રિટ ફગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાગપુર સ્થિત કંપનીએ રાજકોટની કંપની પર નાગપુર છેંતરપીંડીની ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરી હતી.
NCLTએ રાજકોટ સ્થિત કંપનીને નાદાર જાહેર કરવાની અરજી ફગાવી
અમદાવાદ: નેશનલ કંપની લો-ટ્રિબ્યુનલ (NCLT)ની અમદાવાદ બેન્ચે બાકી નીકળતા લેણાંના કેસમાં રાજકોટ સ્થિત કંપનીને નાદાર જાહેર કરવાની નાગપુર સ્થિત કંપનીની માંગ ફગાવી દીધી છે. NCLTએ અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બાકી નીકળતા લેણાં વર્ષ 2011ના છે. જ્યારે સાત વર્ષ બાદ અરજી દાખલ કરવામાં આવી હતી.
National Company Law Tribunal News
નાગપુર સ્થિત સનવિજય રોલિંગ એન્ડ એન્જીનિયરીંગ લિમિટેડે રાજકોટની રોલવેલ ફોર્જ લીમીટેડ વિરૂદ્ધ દાવો કર્યો હતો કે, તેણે 2011માં 23 લાખ રૂપિયાનો માલ ખરીદ્યાં બાદ ચુકવણી કરી નથી. જોકે 7 વર્ષ બાદ અરજી દાખલ થતાં NCLTએ રિટ ફગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાગપુર સ્થિત કંપનીએ રાજકોટની કંપની પર નાગપુર છેંતરપીંડીની ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરી હતી.
Intro:નેશનલ કંપની લો-ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચે બાકી નીકળતા લેણાંના કેસમાં રાજકોટ સ્થિત કંપનીને નાદાર જાહેર કરવાની નાગપુર સ્થિત કંપનીની માંગ ફગાવી દીધી છે. NCLTએ અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બાકી નીકળતા લેણાં વર્ષ 2011ના છે જ્યારે સાત વર્ષ બાદ અરજી દાખલ કરવામાં આવી હતી..Body:નાગપુર સ્થિત સનવિજય રોલિંગ એન્ડ એન્જીનિયરીંગ લીમીટેડે રાજકોટની રોલવેલ ફોર્જ લીમીટેડ વિરૂધ દાવો કર્યો હતો કે તેણે 2011માં 23 લાખ રૂપિયાનો માલ ખરીદ્યાં બાદ ચુકવણી કરી નથી. જોકે 7 વર્ષ બાદ અરજી દાખલ થતાં NCLTએ રિટ ફગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાગપુર સ્થિત કંપનીએ રાજકોટની કંપની પર નાગપુર છેંતરપીંડીની ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરી હતી...Conclusion:રાજકોટ સ્થિત રોલવેલ ફોર્જ કંપની વતી વકીલ નિપુન સિંધવી અને વિશાલ દવેએ જણાવ્યું હતું કે અમે આ મુદો કોર્ટના ધ્યાને લાવ્યા બાદ કોર્ટે નાગપુર એસ.પીને હાજર રહેવાનો સમન્સ કર્યો હતો. એસ.પીએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તેમના અસીલે અગાઉ તેમની સાથી કંપનીને નાણાં ચુકવી દીધા હોવાનો દાવો કર્યો હતો..