RRU અને BISAG-IN વચ્ચે RRU ખાતે થયા MOU
RRU ના વાઇસ ચાન્સલર અને BISAG ના DG એ કાર્ય MOU
RRU ના વાર્ષિક મેગેઝીન 'ચાણક્ય' રિલીઝ કરાયું
અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનો તહેવાર જે રીતે ભારતીય સેના સાથે ઉજવી તેને વધુ સશક્ત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે તેમાં ગુજરાત અગ્રેસર હોય તેવા સંકેત જોવા મળી રહ્યા છે. આજે દહેગામ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ(BISAG-IN) વચ્ચે વિજ્ઞાન અને સંશોધન, ટ્રેઇનિંગ, સર્ટિફિકેશન, જેવા ક્ષેત્રોમાં ભાગીદારીથી કામ કરી શકે તે માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ( MOU) થયાં હતાં.
નિપુણ સોફ્ટવેરથી ભારતીય સેના મેળવશે પ્રશિક્ષણ
બંને સંસ્થા વચ્ચે MOU અંતર્ગત નિપુણ સોફ્ટવેર ( Nipun Software ) લોન્ચ કરવામાં આવ્યું હતું.. આ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના કોઈ પણ સ્થળથી પ્રશિક્ષણ મેળવી શકશે. સૌપ્રથમ કોઈપણ જવાને સોફ્ટવેરમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન બાદ સોફ્ટવેર ઉપર અપલોડ કરાયેલા આર્મી વિશેષજ્ઞો દ્વારા અપાયેલી તાલીમ ગ્રહણ કરી શકાશે. ભારતીય સેના પાસે આ પ્રથમ સોફ્ટવેર છે કે જ્યાં ભારતીય સેના એક નવી ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને પ્રશિક્ષણ મેળવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથના ઉદ્દેશ્ય તરફ આપણે સૌ આગળ વધી રહ્યાં છીએ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બિમલ પટેલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ ક્ષેત્રે શિક્ષણ આપતી 89 સંસ્થાઓથી સોફ્ટવેરના માધ્યમથી તાલીમ મેળવી શકશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ અને તેમની યુનિવર્સીટી કાયમ એવા ઉત્સાહી, ટેલેન્ટેડ ફેકલ્ટીની શોધમાં હોય છે કે જે ભારતીય સેના અને પોલીસ દળમાં ટેકનોલોજી અને સાયન્ટિફિક રિસર્ચના ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જે. આ ક્ષેત્રે રહેલી આપણી ખોટને પુરી કરે. આજના RRU અને BISAG-IN વચ્ચેના MOU આ ક્ષેત્રે વધુ એક કદમ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલા સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના ઉદ્દેશમાં આજે વધુ એક પગલું લેવામાં આવ્યું છે.
સાયન્ટિફિક ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ જવા માટે તમામ લોકોનું આગળ આવવું ખૂબ જ અનિવાર્ય
લેફ્ટનન્ટ જનરલ આર. શુક્લાએ જણાવ્યું હતું કે ભારતને સાયન્ટિફિક ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે તમામ લોકોનું આગળ આવવું ખૂબ જ અનિવાર્ય છે. આ સાથે BISAG-IN ના ડાયરેકટર જનરલ ટી. પી. સિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે દેશભરમાં તેમની સંસ્થાના 500થી વધુ પ્રોજેક્ટ કાર્યરત છે. ભારત સરકારના તમામ વિભાગોમાં તેમના પ્રોજેક્ટ કામ કરી રહ્યાં છે. આજે RRU સાથે થયેલા MOU માટે તેમણે યુનિવર્સિટીનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમની સંસ્થા સાયન્ટિફિક સર્વિસ આપે છે. પણ જો RRU જેવી સંસ્થાઓ આવી સેવાઓ લેવા માટે આગળ ન આવે છે તો તેવો આવી સેવા આપી શકે નહીં. આજે થયેલા MOU માટે તેમણે યુનિવર્સિટીનો ( Raksha Shakti University ) આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારત: ભારતીય નૌસેનાને વધુ સશક્ત-સુદ્રઢ બનાવવા રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU કર્યા
આ પણ વાંચોઃ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ