ETV Bharat / city

રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પથ્થરબાજોને લઇને આપ્યું મહત્વનું નિવેદન - undefined

નવરાત્રી દરમિયાન થયેલા પથ્થરબાજીને લઇને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આજે એક મહત્વ પૂર્ણ નિવેદન આપ્યૂું હતું. અસામાજિક તત્વો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો કોઈને ગરબા ન ગમે તો તેને પથ્થર ફેંકવાનો પણ અધિકાર નથી. પથ્થરબાજોનો કોઈ ધર્મ હોતો નથી. જેમના પર પથ્થરમારો થયો છે તેમનો પણ માનવ અધિકાર છે. હવે સમય આવી ગયો છે કે આવા લોકોએ વળતો જવાબ આપવાનો.

રાજ્યપ્રધાન હર્ષ સંઘવી
રાજ્યપ્રધાન હર્ષ સંઘવી
author img

By

Published : Oct 7, 2022, 12:28 PM IST

Updated : Oct 7, 2022, 4:52 PM IST

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના (Gujarat university Ahmedabad) એક કાર્યક્રમમાં ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. આ નિવેદન ખેડામાં ગરબા દરમિયાન પથ્થરમારો અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી સાથે સંબંધિત છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કોઈને ગરબા ન ગમે તો તેને પથ્થર ફેંકવાનો પણ અધિકાર નથી. પથ્થરબાજોનો કોઈ ધર્મ (Harsh Sanghvi Statement) હોતો નથી. જેમના પર પથ્થરમારો (Stone Pelting Kheda) થયો છે તેમને પણ માનવ અધિકાર છે. હવે સમય આવી ગયો છે કે આવા લોકોએ જવાબ આપવો જોઈએ. ગુજરાત પોલીસે ગરબા ઉત્સવ દરમિયાન શાનદાર કામગીરી કરી છે. લોકો મોડી રાત સુધી ગરબા રમ્યા છે અને લોકોને રોજગારી મળી છે. આ માટે જનતાએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરવો જોઇએ.

રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પથ્થરબાજોને લઇને આપ્યું મહત્વનું નિવેદન

આવારા તત્વો દ્વારા કરાયો પથ્થરમારો માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રીના તહેવારમાં પથ્થરમારાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. અહીં ગરબા રમવા નહીં તેમ જણાવી એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ગરબા રમવા બાબતે પથ્થરમારો કરાયો નવરાત્રી દરમિયાન ગામમાં ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થર મારો કરાયો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. બે પોલિસ જવાનોને પણ ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિત Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલિસે તપાસ હાથ ધરી રેન્જ IGએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું ઉંઢેરા ગામે રાત્રીના સમયે ગરબા દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં DSP રાજેશ ગઢીયા, Dysp વિ.આર.બાજપાઈ સહિત પોલીસ અધિકારીઓ સાથે તેમણે ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી પરિસ્થિતિ સંદર્ભે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી.

આવારા તત્વોને પાઠ ભણાવ્યો પોલિસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની ગામમાં જાહેરમાં ધુલાઈ કરતો વિડીયો વાયરલ થવા પામ્યો છે. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરિસ્થિતિ નિયંત્રિત કરી ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સમગ્ર ઘટનામાં પોલિસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલામાં ઝડપાયેલા તમામ આરોપીઓને પોલિસ દ્વારા ગામમાં લાવી ગ્રામજનો વચ્ચે જાહેરમાં મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. જેમાં પોલિસ દ્વારા તમામ આરોપીઓની એક પછી એક ધુલાઈ કરવામાં આવી હતી. આરોપીઓ ગ્રામજનોની માફી માંગતા પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આરોપીઓની ધુલાઈ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે જ લોકો દ્વારા પોલિસની કામગીરીને આવકારતા નારા લગાડાયા હતા.

Last Updated : Oct 7, 2022, 4:52 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.