ETV Bharat / city

BJP 25 વર્ષમાં PHC બનાવી શક્યું નથી: મનીષ સિસોદિયા - મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટી પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝાપલાવ્યું છે. જેથી આમ આદમી પાર્ટીએ પણ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયા તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં 25 વર્ષથી BJPની સરકાર હોવા છતાં સારા PHC બન્યાં નથી.

ETV BHARAT
મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ
author img

By

Published : Feb 6, 2021, 4:58 PM IST

  • દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન એક દિવસની અમદાવાદની મુલાકતેૉ
  • રોડ શો કરીને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદશન કરશે
  • પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 30થી35 કિમીનો રોડ શો કરશે

અમદાવાદઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે શનિવારે એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયામન તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમાવાદમાં ભાજપની 25 વર્ષથી સરકાર છે. આમ છતાં સરખાં PHC સેન્ટર બન્યાં નથે. વધુમાં તેમણે જણાવ્યું કે, AAP મ્યુનિસિપલની સ્કૂલ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ

કોંગ્રેસને પણ લીધી આડે હાથ

મનીષ સિસોદિયાએ પોતાની પત્રકાર પરિષદમાં કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર વિપક્ષની કહેવાતી પાર્ટી છે. કોંગ્રેસે ક્યારેય પણ BJPનો વિરોધ કર્યો નથી.

AAPની BJP સાથે કરી સરખામણી

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ 15થી 25 વર્ષમાં જે સુવિધા આપી શક્યું નથી, તે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 5 વર્ષમાં કરી બતાવ્યું છે. દિલ્હીની સરકારી સ્કૂલ અને હોસ્પટલ સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ લોકો જોવા આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.