ETV Bharat / city

ભાડૂઆતે પ્રેમજાળમાં ફસાવતા મકાનમાલિકે આત્મહત્યા કરવાનો વારો આવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક મકાનમાલિકે આત્મહત્યા કરી (landlord commits suicide in Krishnanagar area) હોવાનું સામે આવ્યું છે. મૃતકના ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી હતી. તેમાં તેમણે ભાડુઆત સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. તો પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી હતી.

ભાડૂઆતે પ્રેમજાળમાં ફસાવતા મકાનમાલિકે આત્મહત્યા કરવાનો વારો આવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
ભાડૂઆતે પ્રેમજાળમાં ફસાવતા મકાનમાલિકે આત્મહત્યા કરવાનો વારો આવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
author img

By

Published : Oct 5, 2022, 12:37 PM IST

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આત્મહત્યા (landlord commits suicide in Krishnanagar area) કરી હતી. પોલીસે તપાસ કરતા મૃતકના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે તેની સાથે મિલકત અને રૂપિયા માટે પ્રેમનું નાટક કરનાર ભાડૂઆત સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપી મહિલા, તેનો પતિ અને પૂત્ર ટોર્ચર કરી મકાનમાલિક પાસેથી પૈસા પડાવતા મૃતકે આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ (ahmedabad police arrested accused) કરી હતી.

મૃતકની પત્ની ઘરે પરત ફરી તો લાગ્યો આઘાત આ અંગે મળતી માહિતી અનુસાર, કૃષ્ણનગરમાં આવેલા શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા દિલીપ શર્માએ થોડા દિવસ પહેલા આત્મહત્યા (landlord commits suicide in Krishnanagar area) કરી હતી. મૃતક દિલીપભાઈ સરદાર ચોક ખાતે હેર સલૂન ધરાવી વેપાર કરતા હતા. ત્યાં પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં આવેલું તેમનું મકાન તેમણે રેખાબેન પ્રજાપતિ તથા તેમના પતિ અને દીકરાને ભાડે આપ્યું હતું. 27 તારીખે મૃતકની પત્ની શાકમાર્કેટમાંથી પરત ફરી ત્યારે મૃતકનો મૃતદેહ સિલિંગ ફેન સાથે લટકેલો જોવા મળ્યો હતો. જેથી મૃતકની પત્ની ભાવનાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને દિલીપભાઈના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

આરોપીઓએ પડાવ્યા 5,00,000 રૂપિયા

આરોપીઓએ પડાવ્યા 5,00,000 રૂપિયા મૃતક દિલીપભાઈની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પત્ની ભાવનાબેનને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે, પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં ભાડુઆત તરીકે રહેતા રેખાબેને દિલીપભાઈને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. તેમ જ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી જવાની ધમકી આપી મકાન તેમના નામે કરાવી લેવાનું કહ્યું હતું. અવારનવાર આ ભાડૂઆત મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આરોપીનો પરિવાર ખૂબ હેરાન પરેશાન કરતો હતો. અત્યાર સુધીમાં મૃતક દિલીપભાઈ પાસેથી આરોપીઓએ 5,00,000 રૂપિયા પડાવ્યા હતા. તેમના ત્રાસથી કંટાળી તેમણે આત્મહત્યા (landlord commits suicide in Krishnanagar area) કરી હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું.

પોલીસે આરોપીની કરી ધરપકડ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આરોપી રેખા પ્રજાપતિ, તેના પતિ રમેશ પ્રજાપતિ અને પૂત્ર ધવલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડ (ahmedabad police arrested accused) કરી છે.

કૃષ્ણનગરમાં મકાનમાલિકની આત્મહત્યા
કૃષ્ણનગરમાં મકાનમાલિકની આત્મહત્યા

આરોપી મહિલાનો પૂત્ર મારી નાખવાની આપતો હતો ધમકી મૃતક દિલીપભાઈ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં તેમણએ લખ્યું હતું કે, આરોપી મહિલાએ તેને એક વર્ષથી પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં આ મહિલા પોલીસ ફરિયાદ કરીને ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. ત્યારબાદ વારંવાર મકાન તેમના નામે કરવા દબાણ કરતી હતી. જ્યારે આરોપીનો પૂત્ર ધવલ પ્રજાપતિ મકાનમાલિકને વારંવાર મારી નાખવાની ધમકી આપતો હતો. આરોપી ધવલ પ્રજાપતિ નશીલા પદાર્થનો નશો કરતો હતો. આરોપી ધવલ કોઈ ગેંગનો માણસ પણ હોવાનો પણ મૃતકે સ્યુસાઈડ નોટમાં આક્ષેપ કર્યો હતો.

આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે જ મૃતકે સ્યુસાઈડ નોટમાં પોલીસને પણ વિનંતી કરી હતી કે, આ ત્રણ લોકોને જામીન આપતા નહીં. નહીં તો પકડાશે નહીં અને આરોપીઓના (ahmedabad police arrested accused) કડકમાં કડક સજા થવી જોઈએ. ત્યારે આરોપીઓને લાંબી સજા મળવાની મૃતકની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પોલીસ પણ ઠોસ પૂરાવાના આધારે કામગીરી કરી મૃતકને અને તેના પરિવારજનોને ન્યાય અપાવવા પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.