અમદાવાદ: અમદાવાદના જૈન સમાજના ગુરુદેવ આચાર્ય ભગવંત હાર્દિકરત્ન સુરીસ્વરએ (Ahmedabad Jain Sadhu) 90 દિવસમાં 2000 કિમી પદયાત્રા કરીને હિમાલયની યાત્રા (Jain Sadhu Himalaya Yatra 2022) પૂર્ણ કરી છે. જેને અંતર્ગત જૈન સાધુની હિમાલય યાત્રા પુસ્તકનું વિમોચન (Book Launched on Himalaya yatra by Jain Sadhu) કરવામાં આવ્યું હતું. જૈન સમાજમાં ઇતિહાસમાં પહેલીવાર જૈન મહારાજે હિમાલયની પદયાત્રા કરી છે. તે સમય તેમણે કરેલા અનુભવોનું વર્ણન કરતું આ પુસ્તક ત્રણ ભાગમાં લખવામાં આવ્યું છે. જેનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. પુસ્તક લખવાનો મુખ્ય ઉદ્દેશ સર્વધર્મ સમભાવ અને કુદરતી સૌંદર્યના સુંદર દ્રશ્યો લોકો સુધી પહોંચાડવાનો છે. આ સાથે હિમાલયની 100થી વધુ વનસ્પતિનો ઉલ્લેખ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી ચારધામની મુલાકાત, યાત્રા દરમિયાન 47 ભક્તોના થયા મોત
12 વર્ષ ઉંમરે યાત્રા કરવાની ઈચ્છા: હાર્દિક રત્નસુરી મહારાજે વાત કરતા જણાવ્યું હતું કે, મેં 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ત્યારે મને હિમાલયની યાત્રા કરવાની ઈચ્છા થઈ હતી. એ સમયે જ દરેક રૂટ નક્કી કરી નાખ્યા હતા. આ પ્રવાસમાં ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી હતી. જેમાં જૈન સાધુ હોવાથી સાધુનો પહેરવેશ અને ઉઘાડા પગે પગયાત્રા કરવામાં આવી હતી. જેમાં ઉપરથી પથ્થર પણ પડતા હતા.એ સૌથી મુશ્કેલીનો સમય થતો હતો. આ પુસ્તકમાં દરેક મિનિટ અને ક્ષણના અનુભવનું વર્ણન છે. જૈન સાધુની હિમાલયની યાત્રા પુસ્તકની વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં અનેક એવા હિમાલયના વિસ્તારોની વાત છે. આરંભથી લઈને અંત સુધીની આખી શાબ્દિક યાત્રા છે. યાત્રા દરમિયાન કેટલી મુશ્કેલી આવી,તે મુશ્કેલી કેવી રીતે સામનો કર્યો, તે દરેક સારા અને પડકાર જનક અનુભવનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખો જાહેર, બદ્રીનાથના કપાટ 20 નવેમ્બરના થશે બંધ
90 દિવસમાં 2 હજાર કિમીની યાત્રા: ભારત, નેપાળ, ભૂતાન અને ચીનમાં રહેતા ઘણા શ્રદ્ધાળુઓ માટે દેવી- દેવતાઓ સ્થાનક છે. જેમાં ભગવાન શંકર અને દેવી પાર્વતીનો પણ સમાવેશ કરી શકાય છે. આને લીધે જ કૈલાશ માનસરોવરની યાત્રા કઠિન અને મહત્વની ગણવામાં આવે છે. જે આ યાત્રા અમે સુંદર રીતે 90 દિવસમાં ચાર મહારાજ સાથે સફળતા પૂર્વક પૂર્ણ કરી છે. યાત્રા દરમિયાન હવામાનનો સામનો કરવો એ પડકારજનક હતો. ઇતિહાસમાં પ્રથમવાર કોઈ જૈનમુનિએ ચારધામની યાત્રા કરી હશે. જેમાં ગંગોત્રી,યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ સુધી પગે ચાલીને જવું પડે છે. જેનો કાઈ ચોક્કસ માર્ગ હોતો નથી. જેમ જેમ ચાલતા જઈએ અને હિમાલય ઉપર તરફ ચડતા જઈને તેમ તેમ ઓક્સિજન સ્તર ધટવું અને અચાનક વાતાવરણમાં બદલાવ થાય તે સૌથી મુશ્કેલી અને પડકારજનક સમય હતો.