- ગુજરાતમાં પેપરલીક કાંડ ચાલી રહ્યો છે - કોંગ્રેસ
- 2014થી અનેક પરીક્ષાના પેપરો થયા છે લીક
- ગુજરાતમાં લોકો ઉછીના પૈસા લઈ તૈયારીઓ કરતા હોય છે - કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે(Gujarat Congress President Jagdish Thakor) જણાવ્યું કે પેપર લીક થયું છે. તેની સંપૂર્ણ માહિતી ગત રાત્રે ટીવી મીડિયાના માધ્યમથી જાણવા મળી હતી. ત્યારે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ટીવી મીડિયામાં પેપર લીક અંગેની માહિતી આપનાર વ્યક્તિને આજ સાંજ સુધી સરકાર જેલમાં (Jagdish Thakor statement) તો નહીં નાખી દેને. ત્યારે હવે હેડ ક્લાર્કનું પેપર લીક (Exam Paper Leak In Gujarat) થયું છે. તેમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા બે વર્ષ પહેલાંની આ જાહેરાત હતી.
પેપર 2014થી લીક થઇ રહ્યા છે: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે વધુ જણાવ્યું કે (Jagdish Thakor statement) આ આંકડો જો 2014 બાદ કોઇપણ પરીક્ષાનો છે તેમાં પેપર લીક થયા છે ત્યારે 2014 પહેલા 25 લાખ જેટલી અરજીઓ એક એક પરીક્ષાઓમાં સબમીટ થતી હતી. ત્યારે અત્યારે દસ લાખે કેમ આવી ગયું છે. ગુજરાતના બેરોજગાર યુવાનોને ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું ગમે તેટલી મહેનત કરીશ ગમે તેટલી પરિશ્રમ કરીશ ગમે તેટલો ઉધાર દેવું કરીશ, ઉછીના પૈસા લઈને મહેનત કરીશ પરંતુ હવે લાગવગવાળાને જ નોકરી મળવાની છે તેવું નિશ્ચિત કરી બેઠા છે. ગુજરાત સરકારમાં પેપર 2014થી લીક થઇ રહ્યા છે. એક પણ કર્મચારી પર પેપર લીક (Exam Paper Leak In Gujarat) થયું હોય અને તે અંગે ફરિયાદ થઈ અને તેને જેલમાં ધકેલવામાં આવ્યો હોય તેવો એક પણ કિસ્સો ગુજરાતમાં નથી.
આ પણ વાંચોઃ Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત