અમદાવાદ: શહેરમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય લોકો જેવા કે મેલેરીયા ટાઈફોડના કેસો વધતા હોય છે. પરંતુ થોડા દિવસથી ડેન્ગ્યુની સાથે સાથે ચીકનગુનિયાનાં કેસોમાં પણ વધારો થયો છે. ખાસ કરીને, નદી કિનારા વિસ્તારની સોસાયટીઓમાં હાથપગ અને સાંધાના દુ:ખાવાની ફરિયાદો કરતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે આવેલી સોસાયટીઓમાં તેમજ સામે પૂર્વ કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને તેમાંય ખાસ કરીને ચીકનગુનિયાનો વાઇરસ ધરાવતાં મચ્છર કરડી જવાના કારણે લોકોએ હાથપગ અને સાંધાના દુ:ખાવાની ફરિયાદો શરૂ કરી છે.
કોરોનાનું ટેસ્ટિંગ કરતા લોકો પણ હવે ચિકનગુનિયાનું ટેસ્ટિંગ વધારે કરાવી રહ્યા છે અને નદી કિનારાની પાલડી તથા વાસણા વિસ્તારની સોસાયટીઓ, એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાં છેવાડા સુધીની સોસાયટી-ચાલીઓમાં પણ મચ્છરનો ઉપદ્રવ વધ્યાની અને ચીકનગુનિયા થયાની બૂમો લોકો પાડી રહ્યા છે. અહીં મહત્વની વાત તો એ છે કે, અમદાવાદ શહેરની સ્વચ્છ શહેરો સાથે તુલના કરવામાં આવી છે, પરંતુ ત્યાં જ ચિકનગુનિયા જેવા કેસો વધી રહ્યા છે અને તે પણ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કે જ્યાં હંમેશા સ્વચ્છતા જાળવતા હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં કોરોના સાથે ચિકન ગુનિયાના કેસોમાં પણ વધારો - chikungunya case in Ahmadabad
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ અને ઠેર ઠેર ભરાઇ રહેલા ખાબોચિયા અને ખાનગી-સરકારી મિલકતોમાં ભરાઇ રહેલા વરસાદી પાણીમાં મચ્છરની ઉત્પત્તિ મોટા પ્રમાણમાં શરૂ થઇ ગઇ છે. તેવામાં રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, ત્યારે કોરોના સિવાયના રોગોએ પણ માથું ઊંચક્યું છે. ચિકનગુનિયાના વધતા કેસથી ચિંતામાં વધારો થયો છે. સામાન્ય લોકો તો ઠીક, તબીબ પણ ચિકનગુનિયાના ભોગ બની રહ્યા છે.