- ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરી
- માત્ર 200 લોકોની હાજરીમાં ચર્ચમાં કરાઈ પ્રાર્થના સભા
- થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ કોરોના બનશે ગ્રહણ
અમદાવાદઃ દર વર્ષે અમદાવાદ સહિત દેશભરના ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તમામ તહેવારોને ગ્રહણ લાગી ગયું છે. સરકારે દરેક ઉજવણી કે પ્રસંગમાં 200 લોકોની સીમા નક્કી કરી દીધી છે. અમદાવાદના ચર્ચમાં પણ માત્ર પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં પણ ખૂબ જ સાદગી પૂર્વક માત્ર 200 લોકોની હાજરીમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ક્રિસમસની ઉજવણી થઈ હતી. ચર્ચમાં આવેલા તમામ લોકોએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી ભગવાન ઈસુની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.