- રિકવરી રેટ 99 ટકાની નજીક પહોંચ્યો
- છેલ્લા 24 કલાકમાં 1નું કોરોનાથી થયુ મૃત્યુ
- 50ની નજીક કોરોના પોઝિટિવનો આંક
ગાંધીનગર: કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે જેમાં આજે શુક્રવારે સૌથી ઓછા કેસ કોરોના 56 દર્દીઓના નોંધાયા છે. 50ની નજીક કોરોના દર્દીઓનો આંક પહોંચ્યો છે. આગામી દિવસોમાં આ જ રીતે કોરોના પર કંટ્રોલ રહ્યો તો ગુજરાતમાં 50થી પણ અંદર કોરોના કેસોનો આંક પહોંચી શકે છે. જો કે વેક્સિનની પ્રક્રિયા છેલ્લા 3 દિવસથી બંધ છે.
રાજ્યમાં 1,356 એક્ટિવ કેસ, 8 લોકો વેન્ટિલેટર પર
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,356 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 8 વેન્ટિલેટર પર અને 1,348 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,073 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,2,718 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.