ETV Bharat / city

ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી - gujarat stray cattle

સરકારે સમગ્ર રાજ્યમાં રસ્તે રખડતા પશુઓને દૂર કરવાની સૂચના આપી છે. ત્યારે હવે અમદાવાદમાં માલધારી સમાજે સરકાર સામે વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે વેદના યાત્રા યોજી ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગણી કરી હતી. Gujarat Cattle Control Bill, Maldhari holds Vedna Rally.

ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી

author img

By

Published : Sep 2, 2022, 2:38 PM IST

અમદાવાદ બાપુનગરમાં માલધારી સમાજ દ્વારા ભીડભંજન હનુમાન મંદિરથી ભદ્ર મંદિર સુધી વેદના યાત્રાનું આયોજન (Maldhari holds Vedna Rally) કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો જોડાયા હતા. સાથે જ માલધારી સમાજે પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની (Gujarat Cattle Control Bill) પણ માગ કરી હતી.

રાહદારીઓને પહોંચતી ઈજા અંગે સમાજ ચિંતિત

હાઈકોર્ટે કાઢી હતી સરકારની ઝાટકણી શહેરમાં છેલ્લા કેટલાક ઘણા સમયથી રસ્તે રખડતા ઢોરથી (gujarat stray cattle) રાહદારીઓને ઈજા પહોંચી હતી, જેના કારણે ગુજરાત હાઈકોર્ટે (gujarat high court news) સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ જાહેર રસ્તા પર રખડતા પશુ દૂર કરવાની સૂચના આપી હતી. હવે તેના જ વિરોધમાં માલધારી સમાજ આગળ આવ્યો છે. માલધારી સમાજ વિવિધ માગણીઓ સાથે આજે રસ્તા પર ઉતર્યો હતો.

આ પણ વાંચો માલધારી સમાજ દ્વારા પાલિકાનો ઘેરાવો, મેયરનું નિવેદન ખોટું છે માંગે માફી..

રાહદારીઓને પહોંચતી ઈજા અંગે સમાજ ચિંતિત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, રસ્તા પર રખડતા પશુઓના (gujarat stray cattle) કારણે રાહદારીઓને જે ઈજા પહોંચે છે. તેની ચિંતા સમાજ કરે છે, પરંતુ સરકાર દ્વારા જે ગામડાઓ શહેરમાં ભેળવવાનું શરૂ કર્યું છે. તે બંધ કરવામાં આવે અને તેમના માટે ગૌચર જમીન ગૌચર રાખવામાં આવે તેની (gauchar land in gujarat) માગ છે.

આ પણ વાંચો Junagadh Maldhari Samelan: માલધારી સમાજનું યોજાયું સંમેલન, 7 જેટલી માંગોને કરાઈ બુલંદ

10 દિવસથી ગાય સાથે અન્યાય થઈ રહ્યો છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સરકાર દ્વારા ગૌમાતા પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકારના સત્તાધીશો દ્વારા માલધારીના નિવાસ સ્થાન, તબેલાઓમાંથી, વાડાઓમાંથી પશુઓને ઝૂંટવીને ગાયને લઈ (gauchar land in gujarat) જવામાં આવે છે. તે બંધ કરવામાં આવે. આ પગલાં વિરોધ (maldhari protest today news) આ જ ગાયના વાછરડા દૂધ વિના ઘરે મારી રહ્યા છે. જ્યારે ગાય ડબ્બામાં મારી રહી છે. આવી રીતે ગુજરાતમાં ગૌ હત્યા કરવામાં આવી રહી છે.

ગૌ નિયંત્રણ કાળો કાયદો રદ કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બિલને માલધારી સમાજે કાળો કાયદો (Gujarat Cattle Control Bill) ગણાવ્યો હતો. સાથે જ તેને આગામી વિધાનસભા સત્રમાં રદ કરવાની માગ કરી હતી. કોરોનાના જે કપરા સમયમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો નહતો. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા દૂધ વહેંચવાનું બંધ કરી દેશે તેવી પણ ચિમકી આપી હતી.

કઈ કઈ માગો છે માલધારી સમાજની માલધારી સમાજ દ્વારા કુલ 11 માગો સરકાર સામે મૂકવામાં આવી છે. જેમાં મુખ્યત્વે માગો તેમની એ છે કે, શહેરી વિસ્તારમાં ગામડા ભેળવવાનું બંધ કરવામાં આવે. જો શહેરી વિસ્તારમાં ભેળવવા હોય તો તેમને ગૌચર જમીન (gauchar land in gujarat) આપવામાં આવે. માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. માલધારી સમાજની બેન દીકરીઓ પર જે અત્યાચાર કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે.

સરકાર સમક્ષ મુકી વિવિધ માગ ડબ્બાઓમાં પૂરાયેલી ગાયો દંડ લઈ છોડી મુકવામાં આવે. આ વિવિધ માગણીઓ સરકાર સામે મૂકવામાં આવી છે. જો આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં માલધારી સમાજ દ્વારા જે દૂધ ઉત્પાદન કરવામાં આવે છે તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.