- અમદાવાદના કાંકરિયા ઝૂ ખાતે કરવામાં આવી ખાસ પ્રકારની વ્યવસ્થા
- પ્રાણીઓ માટે પાંજરામાં હીટર મુકાયા
અમદાવાદ: શિયાળાની ઋતુમાં માણસોની સાથે સાથે પશુ-પક્ષીઓને પણ ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે પ્રાણીઓ, પક્ષીઓ તેમજ સરીસૃપ જીવોને ઠંડીથી રક્ષણ મળે તે માટે અમદાવાદના કમલાનેહરૂ પ્રાણીસંગ્રહાલયમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે મુકાયા હીટર
વાઘ, સિંહ, દીપડા વગેરે જેવા પ્રાણીઓના નજીક હીટર મૂકવામાં આવ્યા છે તો સાથે સાથે ઘાસ પણ પાંજરાની અંદર પાથરવામાં આવ્યા છે. પશુ-પક્ષીઓ પાંજરાની અંદર હેરફેર કરે તો તેમને ઠંડીના લાગી જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
શિયાળાથી રક્ષણ મળે તે માટે વસાણા આપવામાં આવ્યા
શિયાળાથી રક્ષણ મેળવવા લોકો અનેક પ્રકારનું વસાણું ખાતા હોય છે ત્યારે પ્રાણીઓને પણ વસાણા આપવામાં આવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં હાથી માટે ઠંડીની સીઝનમાં વિશેષ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે, જેમાં રાગી કોહલી પ્રકારનાં વસાણાં નો ઉપયોગ પણ કરવામાં આવે છે ગજરાજ નું બોડી ટેમ્પરેચર વ્યવસ્થિત જળવાઈ રહે તે માટે આ પ્રકારનો વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.