ETV Bharat / city

ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂપિયા 10,121 કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડી છે. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7 લાખ 68 હજાર 809 મકાન ગુજરાતમાં છે. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) હરદીપ સિંઘ પુરીએ આ માહિતી 17 માર્ચ 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.

ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું
ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું
author img

By

Published : Mar 18, 2021, 4:23 PM IST

Updated : Mar 18, 2021, 4:33 PM IST

  • રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નનો જવાબ
  • ગુજરાતમાં 7,68,809 મકાન મંજૂર કરવામાં આવ્યાં
  • દેશમાં અત્યાર સુધી 110 લાખ મકાનને મંજૂરી

અમદાવાદઃ કેન્દ્રીય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ રાજ્યકક્ષાના પ્રધાન હરદીપ સિંઘ પુરીએ રાજ્યસભામાં આપેલા નિવેદન અનુસાર પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત માટે રૂપિયા 14 હજાર 182 કરોડ સહિત દેશમાં કુલ રૂપિયા 1 લાખ 78 હજાર 076 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ગુજરાત માટે રૂપિયા 10 હજાર 121 કરોડ સહિત સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોને કુલ રૂપિયા 90 હજાર 538 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.

74.8 લાખ મકાનોનું બાંધકામ શરૂ

પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ આકારણી કરવામાં આવેલી કુલ 112 લાખ ઘરની સામે અત્યાર સુધીમાં 110 લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાંથી 74.8 લાખ મકાનોનું બાંધકામ શરૂ થઈ ગયું છે, જેમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલા 43.3 લાખ મકાનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડાના ઘર વિહોણા કુટુંબો માટે આશીર્વાદરૂપ : જુઓ વિશેષ અહેવાલ

સાંસદ પરિમલ નથવાણીએ પુછ્યો પ્રશ્ન

સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અન્વયે કેટલા લોકોને સબસીડી આપવામાં આવી છે, કેટલી સબસીડીની ચૂકવણી કરવામાં આવી છે, દેશમાં આ યોજના હેઠળ કેટલા પ્રમાણમાં પ્રગતિ થઈ છે અને આ યોજનાના અમલીકરણમાં આવતી અડચણો અને તે દૂર કરવા માટે લેવાયેલાં પગલાં અંગે પ્રશ્ન પુછ્યો હતો.

પરિમલ નથવાણી
પરિમલ નથવાણી

પ્રોજેક્ટની મુખ્ય અડચણો

કેન્દ્રીય પ્રધાનના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, બાંધકામ માટેની સ્થાનિક પરવાનગી, બિલ્ડિંગ પ્લાન/લેઆઉટ, પર્યાવરણની મંજૂરી, કોસ્ટલ એરિયાના પ્રતિબંધો, ડિફેન્સની મંજૂરી, લાભાર્થીઓ માટે ફંડની વ્યવસ્થા, ટેન્ડરની પ્રક્રિયા, પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પાણી પૂરવઠા, ગટર, અપ્રોચ રોડ વગેરે પ્રકારની જરૂરી માળખાકીય સુવિધાઓ, બાંધકામની સામગ્રી/મજૂરોની ઉપલબ્ધતા, પૂર, પાણીનો ભરાવો, સતત વરસાદ, સખત ગરમી/ઠંડી જેવા વાતાવરણના જોખમો, વગેરે આ પ્રકારના પ્રોજેક્ટની મુખ્ય અડચણો ગણી શકાય.

રૂપિયા 10,000 કરોડની નેશનલ હાઉસીંગ બેંકની રચના કરાઈ છે

આ યોજનાના ઝડપી અમલીકરણ માટે ભંડોળના અસ્ખલિત પ્રવાહ માટે બજેટના સ્ત્રોત ઉપરાંત એક્સટ્રા બજેટરી રીસોર્સ તરીકે રૂપિયા 60,000 કરોડના નેશનલ અર્બન હાઉસિંગ ફંડ (એન.યુ.એચ.એફ.)ની રચના કરવામાં આવી છે. વધુમાં, અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં હાઉસિંગ લોનના વ્યાજનો બોજો ઘટાડવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ શોર્ટફોલનો ઉપયોગ કરીને રૂપિયા 10,000 કરોડની નેશનલ હાઉસિંગ બેંકની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ રૂપિયા 10,000 કરોડની ફાળવણી 2019-20માં કરવામાં આવી છે.

Last Updated : Mar 18, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.