ETV Bharat / city

Gujarat High Court એ સરકારની કાઢી ઝાટકણી, કયા અધિકારી અથવા બિલ્ડર સામે પગલાં લેવાયાં? - ફાયર સેફ્ટી

ગુજરાત હાઈકોર્ટમાં આજે ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી થઈ હતી. High Court એ રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે સરકારે બિલ્ડર અથવા અધિકારી સામે પગલાં લીધા હોય તેવો એકપણ દાખલો બતાવે. તમે કહો છો કે અમે બધું કરીશું પણ, કશું જ થતું નથી. કોર્ટે સરકારને નક્કર પગલાં લેવા સૂચના પણ આપી હતી. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે કોઈ પ્રયત્ન કરતાં નથી અને રાજ્યમાં મનફાવે તેમ બાંધકામ થઇ રહ્યું છે.

Gujarat High Court એ સરકારની કાઢી ઝાટકણી, કયા અધિકારી અથવા બિલ્ડર સામે પગલાં લેવાયાં?

author img

By

Published : Jul 9, 2021, 6:51 PM IST

  • fire safetyના સુનાવણી મુદ્દે રાજ્ય સરકારને કોર્ટે કાઢી ઝાટકણી
  • કોર્ટે સરકારને કહ્યું કે તમે માત્ર વાતો જ કરો છો કોઈ પગલાં લીધા નથી
  • કોર્ટના આદેશ બાદ એક મહિનામાં 377 એન.ઓ.સી અપાઇ - કોર્ટ
  • એડવોકેટ અમિત પંચાલે ફાયર સેફ્ટી મુદ્દે સરકારે લીધેલા પગલાં સામે કરી રજૂઆત

    અમદાવાદઃ સરકારે ફાયરસેફ્ટી મુદ્દે કરેલી કામગીરી અંગે રજૂઆત કરતા એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે 1 એપ્રિલે 2021 સુધીમાં હોસ્પિટલને કુલ 377 NOC આપી છે. જ્યારે 2450 ઇમારતો પાસે ફાયર NOC નથી. આની સામે કેટલી NOC પેન્ડિંગ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્રણ મહિનામાં ગુજરાતની તમામ મનપાએ માત્ર 377 NOC જ આપી છે. આ સામે High Court ના જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ સરકારની ટકોર કરતા જણાવ્યું હતું કે આ કામગીરી પણ ત્રણ મહિનામાં નહીં પણ કોર્ટે નોટિસ ઇસ્યુ કરી એના એક જ મહિનામાં આપી છે. આ સામે એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ઓછામાં ઓછી વિગતો રજૂ થવી જોઈએ.

    આ પ્રોસિજર માત્ર કાગળો પર રાખવા માટે નથી થઈ રહી- કોર્ટ

    ફાયરસેફ્ટી મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન High Court ચીફ જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે તમે બિલ્ડર અથવા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી એ જણાવો. 2011માં GUDA માં પણ બિલ્ડર સામે કોઈ પગલાં લીધા છે? તમે કેમ ખાલી કાગળની કાર્યવાહી કરો છો? કોઈ ઠોસ કાર્યવાહી કેમ નથી કરતાં? કોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે તમે એવો એક દાખલો બતાવો કે જેમાં તમે બિલ્ડર કે અધિકારી સામે પગલાં લીધા હોય. તમે ખાલી કહો છો કે અમે બધું કરીશું પણ કંઈ થતું નથી. કોઈ નક્કર પગલા તમારે લેવા પડશે. એક તરફ તમે કોઈ પ્રયત્નો નથી કરતાં અને રાજ્યમાં મનફાવે તેમ બાંધકામ થઈ રહ્યાં છે. આ સાથે કોર્ટે ટકોર કરી હતી કે આ તમામ પ્રોસિજર માત્ર કાગળ ઉપર રાખવા માટે નથી થઈ રહી.

    કોર્ટની ટકોર બાદ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શું કરી રજૂઆત?

    કોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે આ સમસ્યાના નિવારણ માટે એક રીત મુજબ ગુડા એકટની જેમ ઇમ્પેક્ટ ફી લઈને બધું કાયદેસર મંજૂર કરી દેવું પડે. બીજી તરફ અમે મહાનગરપાલિકાના કમિશનર સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે કઇ રીતનું ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે? આ માટે એક ચોક્કસ સમયની જરૂર પડે છે. ગેરકાયદે બાંધકામ સામે અમારી જોડે બે જ રસ્તા છે કે એક ક્યાંતો બિલ્ડિંગને તોડી પાડીએ અથવા તો તેઓ માટે ઓર્ડિનન્સ પાસ કરીને નોટિસ આપી શકીએ છીએ.

    જો તમે કાયદા પરંપરાનું પાલન ન કરાવી શકતા હોય તો તમને સમય આપવાનો ફાયદો શું? જસ્ટિસ ભાર્ગવ કારિયા

    સરકારની High Court માં દલીલ સાંભળીને જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે જો તમે કાયદાનું પાલન ન કરાવી શકતા હોય તમને સમય આપવાનો મતલબ શું છે? વધુમાં કોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમારે એક ચોક્કસ પ્લાન સાથે આગળ આવવું પડ.શે આ સામે રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી કે અમે ગેરકાયદે બાંધકામ કરનારાઓને નોટીસ પાઠવી છે કે તેઓ તેમના બાંધકામને રેગ્યુલરાઈઝ કરે. જોકે એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી કે અમે એક દિવસમાં પણ બાંધકામને રેગ્યુલરાઈઝ કરવા માટે ઓર્ડિનન્સ બહાર પાડી શકીએ છીએ પરંતુ તે સાચો રસ્તો નથી.

    આ પણ વાંચોઃ અમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી

    તમે જ્યાં સુધી તાત્કાલિક પગલાં ન લો, ત્યાં સુધી કશું જ બદલાવવાનું નથી - કોર્ટ

    High Court રાજ્ય સરકારને ટકોર કરતાં જણાવ્યું હતું કે તમે જ્યાં સુધી તાત્કાલિક પગલાં ન લે ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી. જો આ જ પ્રમાણે ચાલતું રહ્યું તો દસ વર્ષ પછી આ જ સમસ્યા ફરીવાર ઊભી થશે અને ફરિવાર ઇમ્પેક્ટ ફી લઈને બાંધકામ મંજૂર કરવા પડશે. કોટે રાજ્ય સરકારને જણાવ્યું કે જો બીયુ પરમિશન ન હોય તો લાઈટ ડ્રેનેજ પાણી તમામ કનેક્શન કટ કરવા જોઈએ. તમે ટેકસ સુવિધા આપવા માટે વસૂલ કરો છો. વધુમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સરકાર સમય માંગે છે અને છેલ્લો 4 અઠવાડિયાનો સમય આપીએ છીએ, જેમાં અમારે નિર્ણય જોઈએ છે. હવે આનાથી વધુ સમય નહીં મળે.

આ પણ વાંચોઃ Ahmedabad Municipal Corporationએ BU પરમિશન અને ફાયર સેફ્ટી ન ધરાવતા 169 એકમો સીલ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.