ETV Bharat / city

રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા

રાજ્યમાં મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે, દિવસેને દિવસે તેના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, આ બિમારી બાળકોમાં પણ જોવા મળતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી, સરકાર આ મહામારીને લઈને સજ્જ થઈ છે.

રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ

author img

By

Published : May 24, 2021, 3:40 PM IST

  • રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ
  • રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ માટે અલગ વોર્ડ ઉભા કરાયા
  • રાજ્યમાં 2381 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ બાદ મ્યુકરમાઇકોસિસ નામની ફંગસની બીમારી સામે આવી છે. જેમાં, સોમવારે સવારના 10 વાગ્યા સુધી રાજ્યના 26 જિલ્લામાં 2381 જેટલા કુલ કેસો જોવા મળી રહ્યા છે. જ્યારે, અમદાવાદમાં બાળકોમાં મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવતા હવે બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં જ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

14 જિલ્લામાં બ્લેક ફંગસથી મોત નોંધાયા

રાજ્યમાં 14 જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ નોંધાયા છે. જેમાં, અમદાવાદમાં સૌથી વધુ 35 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત, સુરત 21 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે, કુલ 81 જેટલા દર્દીના બ્લેક ફંગસથી મૃત્યુ થયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા સામે આવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ

બાળકો માટે અલગ વ્યવસ્થા

મ્યુકરમાઇકોસિસના કહેરને કારણે અમદાવાદમાં 13 વર્ષના બાળકને પણ બ્લેક ફંગસનો રોગ લાગુ પડયો હતો. જ્યારે, તેની સફળ સારવાર કરવામાં આવી છે. આ કેસને જોતા રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. ત્યારે, હાલ બાળકો માટે બાળ વિભાગમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં, બાળ રોગના નિષ્ણાત ડૉક્ટર, ENT વિભાગના ડોક્ટર અને અન્ય વિભાગના ડૉક્ટર્સ સાથે ટીમ બનાવીને સારવાર કરવામાં આવશે. તેવું રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડની વ્યવસ્થા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના કેસો જોવા મળ્યા છે. ત્યારે આ રોગના દર્દીની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ આ રોગના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની જરૂરીયાત સર્વવ્યાપી હોવાથી રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થા કરીને અત્યાર સુધીમાં સરકારી જનરલ હોસ્પિટલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં 27 હજારથી વધુ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે.

આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી

3 વિભાગના ડોક્ટર્સ સાથે રહીને કરે છે સર્જરી

મહત્વની વાત કરવામાં આવે તો મ્યુકરમાઇકોસિસ નામની બીમારીમાં 3 વિભાગના ડોક્ટર્સ જેવા કે ENT ડોક્ટર, ડેન્ટિસ્ટ અને ન્યુરોલોજી ડોક્ટર અને એનેથેસિયા ડોક્ટરની ટિમ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે, અત્યારે રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1800થી વધુ બેડની વ્યવસ્થા ટુક સમયમાં કરવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.