અમદાવાદ: રાજ્યમાં (Positive case in Gujarat ) છેલ્લા 24 કલાકની અંદર 9,177 જેટલા (9,177 cases of corona in 24 hours) કોરોના પોઝિટિવ (Gujarat Corona Update) કેસ નોંધાયા છે. 5,404 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે કોરોનાથી આજે રાજ્યમાં 07 લોકોના મૃત્યુ (7 people died from corona) થયા છે.
અમદાવાદમાં કોરોના બેકાબુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2,621 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2,481 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 2-2 જેટલા નોંધાયા છે. સુરતમાં 2215 કેસ, રાજકોટમાં 438 કેસ, અને બરોડામાં 1,211 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 1,76,918 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારે 9,46,60,282 ડોઝ રસીના નાગરિકોને અપાયા છે. રિકવરી રેટ પણ ઘટીને 92.39 ટકા જેટલો નોંધાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 08,46,375 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 59,564 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 60 વેન્ટિલેટર પર અને 59,504 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,151 નોંધાયો છે.
આ પણ વાંચો:
Gujarat Corona Update: આજે રાજ્યમાં 9941 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં