- અમદાવાદ કોર્પોરેશનમાં 5 કેસો નોંધાયા
- 49નો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
- 4.94 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના (Gujarat Corona Update)ના કેસ એપ્રિલથી જૂન મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે 30થી નીચે કેસો આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active case in gujarat)ની સંખ્યા વધીને 262 થઈ ગઈ છે. 49 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનમાં 6 કેસો તો સુરતમાં 4 કેસો નોંધાયા
સોમવારે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન- અમદાવાદમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 6 કેસો તો સુરતમાં 4 અને ભાવનગર, જામનગરમાં 1-1 કેસો નોંધાયા હતા. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાંથી ભરૂચમાં 5, કચ્છમાં 3, પંચમહાલ, સુરતમાં 1-1 કેસ સામે આવ્યા હતા અન્ય જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં જીરો કેસો નોંધાયા હતા.
4,94,213થી વધુ નાગરિકોને વેક્સિન આપવામાં આવી
અમદાવાદ અને વડોદરા સહિતના કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવા વેરીયન્ટ આવતાની સાથે વેક્સિન પ્રક્રિયા વેગવંતી બની છે. હર ઘર દસ્તક અંતર્ગત પણ રોજના હજારોની સંખ્યામાં લોકો વેક્સિન લઈ રહ્યા છે. આજે 24 કલાકમાં 4,94,213 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,05,17,518 લોકોને વેક્સિન (total vaccination in gujarat) આપવામાં આવી છે. આજે 18થી 45 વયના 3.23 લાખથી વધુને બીજો ડોઝ વેક્સિનનો આપવામાં આવ્યો છે, જ્યારે પ્રથમ ડોઝ 18થી 45 વયના 39 હજારથી વધુને અપાયો છે.
આ પણ વાંચો: Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત
રાજ્યમાં વર્તમાન સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 262 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 દર્દીઓ વેન્ટિલેટર પર અને 258 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,092 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: Omicron Variant in India: કોરોનાના નવા વેરિયન્ટને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ