ETV Bharat / city

GST કાઉન્સિલ બેઠક પૂર્ણ: મેડિકલ સાધનો, દવાઓમાં GST દર ઘટાડવામાં આવ્યો - GST કાઉન્સિલ

શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓ પર જીએસટી દર ઘટાડવામાં આવ્યો જે 12 ટકા દર હતો તે 5 ટકા દર કરવામાં આવ્યો છે.

http://10.10.50.85//gujarat/12-June-2021/gj-gnr-11-gst-rate-down-nitin-patel-video-story-7204846_12062021162547_1206f_1623495347_690.jpg

author img

By

Published : Jun 12, 2021, 7:12 PM IST

  • GST કાઉન્સિલની યોજાયી બેઠક
  • મેડિકલના સાધનો પર ઘટાડ્યો GST
  • લોકો સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ગાંધીનગર: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે GST કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનામાં ઉપયોગી એવા મેડિકલ સાધન અને દવાઓમાં GST દરમાં ઘટાડો અને માફ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનામાં વાપરવામાં આવતી દવાઓ અને સાધનો અથવા તો મેડિકલ ઇક્વિપમેન્ટમાં જે 5 ટકાનો GST દર વસૂલ કરવામાં આવતો હતો. તેમાં હવેથી એક પણ રૂપિયો GST લેવામાં આવશે નહીં. આમ અલગ અલગ કેટેગરી પ્રમાણે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મેડિકલ સાધનો, દવાઓમાં GST દર ઘટાડવામાં આવ્યો
મહત્વના GST દરની વિગતો

GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થયા પ્રમાણે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે GST દરની માહિતી આપી હતી. જેમાં કોરોનામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીન, દવાઓ અને અન્ય ઉપયોગી સાધનોમાં GST દરમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે. જે મશીન અને દવા ઉપર 5 ટકા GST લેવામાં આવતો હતો. તે હવે માફ કરવામાં આવ્યો છે અને જે દવાઓ અને મશિન પર 12 ટકા દર લેવામાં આવતો હતો. તેમાં અનુક્રમે 5 ટકા અને 8 ટકા GST દર નક્કી કરવામાં આવ્યો છે..

  • બ્લેક ફંગસના ઇન્જેક્શનમાં GST માફ
  • લોહી પાતળું કરવાના ઇંજેક્શનમાં 5 ટકા GST દર, પહેલા 12 ટકા દર હતો
  • રેમડેસીવીર ઇન્જેક્શનમાં 5 ટકા GST, પહેલા 12 ટકા GST દર હતો
  • ઓક્સિજન કંસ્ટ્રેટર 8 ટકા GST દર
  • વેન્ટિલેટર 8 ટકા GST દર, પહેલા 12 ટકા દર હતો
  • બ્લડ ટેસ્ટના રિપોર્ટ માટેની સામગ્રી પર 5 ટકા GST
  • પલ્સ ઑક્સિમિટરમાં 5 ટકા GST દર
  • સેનેટાઈઝરમાં 5 ટકા જીએસટી, પહેલા 18 ટકા દર
  • અગ્નિસંસ્કાર માટે સીએનજી અને ઇલેક્ટ્રિક ભટ્ટીના સાધનો પર 5 ટકા ટેક્સ, પહેલા 18 ટકા દર
  • એમ્બ્યુલન્સમાં 28 ટકા ટેક્ષ લેવામાં આવતો હતો જે હવે 12 ટકા લેવામાં આવશે.
  • જે દવાઓ ઉપયોગમાં લેવાય તે 5 ટકા GST વસૂલ કરાશે.

રાજ્યના પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે GST કાઉન્સિલ બેઠકમાં એવો પણ નિર્ણય કર્યો કરવામાં આવ્યો છે કે જો ત્રીજી લહેર આવે અને કોઈ પણ તો કોરોનાની સારવાર માટે થાય તો તે દવા પર પણ પાંચ ટકા જેટલો GST ટેક્સ વસૂલ કરવામાં આવશે. આમ લોકોનો લઈને કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલ વિભાગ દ્વારા તમામ મેડિકલ સાધનો અને દવા ઉપર જીએસટી નો દર મા સુધારો કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર સુધી જ આ દર યથાવત રહેશે
GST કાઉન્સિલ દ્વારા મેડિકલના સાધનો દવાઓ પર GST દરમાં સુધારો કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે GSTમાં જે સુધારો વધારો કરવામાં આવ્યો છે તેનો અમલ 14 જૂનથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને સોમવારે તેનું સત્તાવાર રીતે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. જ્યારે આ સુધારેલા GST સપ્ટેમ્બર માસના અંત સુધી જ યથાવત રાખવામાં આવશેય જો સંક્રમણ વધશે અને જરૂર પડશે તો GST કાઉન્સિલ દ્વારા તેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.