અમદાવાદ: અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ પ્રવીણનગરમાં બે જૂથ વચ્ચે આજે સવારે દસ વાગ્યાની આસપાસ અથડામણ થઇ હતી. જેમાં 20થી 25 માણસોના ટોળાએ એકબીજા ઉપર પથ્થરમારો અને પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં બંને પક્ષે કેટલાક લોકો ઘાયલ થયાં હતાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી, તેમ જ આ તોફાની શખ્સો સામે કાર્યવાહી કરવા વાસણા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બંને પક્ષના જૂથોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે થઈને કુલ ૨૦ લોકો સામે એફ.આઇ.આર કરવામાં આવી છે.
વાસણાના પ્રવીણનગરમાં જૂથ અથડામણ: 20 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ - વાસણા
અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આવેલ પ્રવીણનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 20 થી 25 માણસોના ટોળાએ એકબીજા ઉપર પથ્થરમારો અને પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.