- કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર
- મોઢવાડિયાએ રસીકરણ અને કોરોના અંગે ઉઠાવ્યા સવાલો
- સરકાર સમક્ષ અર્જુન મોઢવાડિયાએ મૂકી કેટલીક માંગણીઓ
અમદાવાદ: કોરોનાની પહેલી લહેર આવ્યા પછી કોરોનાથી જનતાને સુરક્ષિત રાખવા માટે 100 ટકા રસીકરણ કરવાનો 1 વર્ષનો સમય હોવા છતાં એ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું નથી. કોરોના સંક્રમિત દર્દીઓને ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરવા, સંક્રમિત દર્દીને સારવાર માટે સામાન્ય બેડ ઉપલબ્ધ કરાવીને દર્દીઓના જાન બચાવવામાં અને કોરોના બાદના મ્યુકરમાઈકોસિસ દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત અને કેન્દ્રની જુમલાબાજીવાળી સરકાર સંપુર્ણ નિષ્ફળ નિવડ્યા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો છે. કોરોનાની પ્રથમ લહેર પછી ભાજપની મોદી સરકાર પાસે એક વર્ષનો સમય હોવા છતાં રસીનું ઉત્પાદન કરીને ભારતની 135 કરોડ જનતાનું રસીકરણ કરીને કોરોનાથી સુરક્ષિત કરી શકાય તેમ હતી.
આ પણ વાંચો: કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ
80 ટકા મૃત્યુ ઓક્સિજન વગર અને બેડ ન મળવાના કારણે થયા: કોંગ્રેસ
ભારતે 3 મોટા અને 2 નાના યુદ્ધ લડ્યા છે, તેમાં જેટલા મોત થયા તેના કરતાં 10 ગણા મૃત્યુ આ કોરોના કાળમાં થયા છે. 80 ટકા મૃત્યુ ઓક્સિજન વગર અને બેડ ન મળવાના કારણે થયા છે. દેશ અને દુનિયાના નિષ્ણાતોએ બીજી લહેર ખતરનાક રહેવાની ચેતવણી આપી હતી છતાં સરકાર રાજ્યની સરકારો તોડવામાં, ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત રહી અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત રહી હતી. દેશમાં ઉત્પાદન થયેલી રસીના ડોઝમાંથી 6.5 કરોડ ડોઝ તો વડાપ્રધાને પોતાનો ચહેરો ચમકાવવા દુનિયાના વિવિધ દેશોને ખેરાત કરી દીધા છે.
મોઢવાડીયાએ સરકાર પર કર્યા પ્રહાર
દેશ અને દુનિયાના તમામ નિષ્ણાંતોએ મોદી સરકારને સલાહ આપી પણ હતી, પરંતુ મોદીજીએ પુરી સંખ્યામાં કોરીનાની રસી ઉત્પાદન કરવામાં ધ્યાન પરોવવાને બદલે ધારાસભ્યો ખરીદવામાં કર્યું છે. તો બીજી તરફ, ચુંટણીઓ જીતવામાં, વડાપ્રધાન માટે 9500 કરોડના ખર્ચે પ્લેન ખરીદવામાં અને વડાપ્રધાન માટે 12,500 કરોડના ખર્ચે મહેલ બનાવવામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હોવાની જુમલાબાજી ભાજપ કરી રહ્યું છે: કોંગ્રેસ
દેશમાં ઉત્પાદન થયેલી રસીના ડોઝમાંથી 6.5 કરોડ ડોઝ તો મોદીજીએ પોતાનો ચહેરો ચમકાવવા માટે દુનિયાના વિવિધ દેશોને ખેરાત કરી દીધી છે. મે મહિનામાં ગુજરાતમાં માત્ર 11 લાખ ડોઝ આપવાની ધારણા રખાઈ છે. જેમાં, 18થી 45 વર્ષના ગૃપ માટે તો નહીવત રસીકરણ થવાની શકયતા છે. પુરા દેશને રસીથી સુરક્ષિત કરવામાં તો મહીનાઓ લાગી જશે. આથી, કોરોના રસીકરણ વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હોવાની જુમલાબાજી ભાજપ કરી રહ્યું છે. પરંતુ, કોરોના રસીકરણ કાર્યક્રમ કોંગ્રેસની સરકારોએ દાયકાઓ પહેલાં વિનામુલ્ય શરૂ કરેલા “યુનીવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ” , “સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ" ના પાયા ઉપર ઉભેલો છે.
આ પણ વાંચો: કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતું હોવાથી કોરોનાના કેસ ઓછા દેખાઈ રહ્યા છેઃ અર્જૂન મોઢવાડિયા
સરકારે કોરોના રસીકરણને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ યોજવો જોઈએ
કોરોનાની રસી વિના મૂલ્યે જ અપાશે તેવી અનેક જાહેરાતો બાદ રસીકરણના આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારને આ રસી 150 રૂપિયામાં, રાજ્ય સરકારને 400માં અને ખાનગી હોસ્પિટલને 600માં રસી ખરીદવાના ભાવો નક્કી કરાયા છે. જે વિશ્વમાં સૌથી મોંઘી રસી છે. આપણી જ રસીનો યુરોપમાં 2 ડોલરનો ભાવ અને ભારતમાં એ જ રસી 5 ડોલરનો ભાવ છે. રસીકરણનો ખર્ચ હવે રાજ્ય સરકારોએ ઉઠાવવાની જાહેરાતો કરાઈ છે. ભારત સરકારે કોરોના રસીકરણને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સાથે જોડીને આ રસી વિનામુલ્ય કેન્દ્ર સરકારે આપવી જોઈએ. કોરોના સંક્રમણનું બીજો અને ત્રીજો વેવ આવવાનો છે અને બન્ને વેવ વધુ વિનાશકારી હશે તેવી આગાહી દેશ અને દુનિયાના નિષણાંતોએ કરી હતી. વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ઈકોનોમીક ફોરમની શિખર પરીષદના ફેબ્રુઆરી 2021માં વર્ચ્યુઅલ સંબોધનમાં આ વાતનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે અમે નિષ્ણાંતોને ખોટા પાડ્યા છે.
વડાપ્રધાન મોદીના અહંકારે કોરોનાની આ બીજી સુનામીને નોતર્યો
વડાપ્રધાન મોદીના આ અહંકારે દેશમાં કોરોનાની આ બીજી સુનામીએ વિનાશ નોતર્યો અને લાખો લોકો ઓક્સિજન વગર, દવા ઇન્જેક્શન વગર , હોસ્પીટલની સારવાર વગર કમોતે મર્યાં છે. મહારાષ્ટ્રના મુંબઈ મોડેલ ઉપર એક વર્ષના ગાળામાં દેશમાં વધારાની હોસ્પિટલ, બેડ, દવા-ઇન્જેક્શનોનો સંગ્રહ, ઓક્સિજન પ્લોટની સ્થાપના અને નેટવર્ક, વેન્ટિલેટરની ઉપલબ્ધી કરાવી શકાઈ હોત. પરંતુ, કભાગ્યે ભાજપની સરકાર બંગાળની ચુંટણી જીતવામાં અને વડાપ્રધાન પોતાનાં ભબકા દાર પ્લેનો વસાવવામાં અને વડાપ્રધાનનો મહેલ બાંધવામાં મસ્ત રહ્યા હતા. દેશમાં કોરોનાના કારણે થયેલા મોત પૈકી 80 ટકા મોત માત્ર સારવાર, ઓક્સિજન અને દવાના અભાવે થયાં છે. ત્યારે, નરેન્દ્ર મોદી અને ભાજપની રાજ્ય સરકારને કુદરતે આટલી મોટી થપાટો મારવા છતાં તેઓ સુધરવાને બદલે હજુ પણ ટેસ્ટિંગ ઓછા કરાવીને કોરોના પોઝિટિવનાં આંકડા છુપાવી રહ્યા છે.
એન્ટી ફંગલ દવાઓ અને ઇન્જેક્શનનો તાકીદે ઉપલબ્ધ કરાવવાની માંગણી
હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને એડમિટ ન કરીને હોસ્પિટલમાં એડમીટ થયેલા અને ગંભીર દર્દીઓની સંખ્યાના આંકડાઓ છુપાવી રહ્યા છે. કોરોના પોઝિટિવ હોવા છતાં કોરોના સિવાયના રોગને કારણે મૃત્યુ થયું છે તેવું ગણાવીને મૃત્યુના આંકડાઓ છુપાવી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ પૌષ્ટ કોરોના મ્યુકરમાઈકોસિસ- ફંગલ રોગને કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લા કક્ષાએ જ આ રોગને અટકાવવા અને સારવાર લેવા માટેની વ્યવસ્થા ગોઠવવા, ખાનગી પ્રેક્ટિસ કરતા ENT સર્જનોની સરકારી હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટથી સેવા લેવા અને એન્ટી ફંગલ દવાઓ અને ઇન્જેક્શનો તાકીદે ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા અંગે કરી ચિંતા વ્યક્ત
જુમલાબાજીથી કોરોનાને હરાવી શકાતો નથી: કોંગ્રેસ
અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, આવી જુમલાબાજીથી કદાચ ચુંટણીઓ જીતી શકાતી હશે, કદાચ પ્રજાને થોડી વખત માટે ભ્રમમાં નાખી શકાતી હશે, પરંતુ જુમલાબાજીથી કોરોનાને હરાવી શકાતો નથી. નરેન્દ્ર મોદીના ફોટાઓ છાપવાથી કોરોના ભાગી જવાનો નથી. જો પ્રજાને કોરોના જેવી મહામારીથી બચાવવી હશે તો કોંગ્રેસની સરકારોએ ઉભું કરેલું આરીગ્ય માળખું અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને મજબુત કરીને જ બચાવી શકાશે.
કોરોના મહામારીમાં અનેક પરિવાર થયા બરબાદ
કોરોના મહામારી રોકવામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાને કારણે લાખો લોકોનાં મૃત્યુ થયા છે. સરકારો ક્યાં અને કેવી રીતે નિષ્ફળ ગઈ અને તેના માટે જવાબદારી નક્કી કરવા માટે સુપ્રિમ કોર્ટના સીટીંગ 3 જજોના કમિશન નિમવાની માંગણી કરી હતી. કોરોનાના કારણો અનેક પરીવારોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે અને અનેક પરિવાર બરબાદ થયા છે.