અમદાવાદ : અમદાવાદમાં શહેરને પૌરાણિક શહેર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદને ભારતનું પ્રથમ હેરિટેજ શહેર(Ahmedabad is India's first heritage city) તરીકે ગણવામાં આવે છે. શહેરમાં હેરિજેટ જોવા લાયક સ્થળોમાં ભદ્રકાળી મંદિર પણ ખુબજ પ્રખ્યાત છે. ભદ્રકાળીમાતાને નગરદેવી તરીકે ઓળખવવામાં આવે(Bhadrakalimata is known as Nagardevi) છે, નવરાત્રી દરમિયાન મોટી સંખ્યમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.
ભદ્રકાળી મંદિરની સ્થાપના - અમદાવાદ શહેરની સ્થાપના ઇ.સ 1411માં અહેમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન એટલે કે ઇસ.પૂર્વે 1000 વર્ષ પહેલાથી જ ભદ્રકાળીમાતા અમદાવાદમાં બિરાજમાન છે. વાઘેલા વંશ એટલે કે કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની પણ તેમને સ્થાપના કરી હતી.
મુઘલોએ મંદિરનું અનેકવાર નુકશાન કર્યું - વાઘેલા વંશ દ્રારા ભદ્રકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. વાઘેલા વંશ પછી જ્યારે મુઘલોનું સામ્રાજ્ય સ્થપાયું ત્યારબાદ મુઘલો દ્વારા આ ભદ્રકાળી મંદિરને અનેકવાર નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું, તદ્દઉપરાંત ભદ્રકાળી માતાજીની મૂર્તિને પણ અનેકવાર નુકશાન પહોચાડ્યું હતું.
ભદ્રકાળી મંદિરનું મુખ્ય સ્થાન માણેકચોકમાં - હાલમાં જે કિલ્લામાં ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે, તે મંદિર મુખ્ય સ્થાનક ભદ્રનો કિલ્લો નહીં પણ માણેકચોક છે. જયારે વાઘેલા વંશ બાદ મુઘલો દ્વારા મંદિર અને મૂર્તિને વારંવાર નુકશાન કરવામાં આવ્યું હતું, ત્યારે આ મૂર્તિને ત્યાંથી લાવીને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. પેશ્વાઓએ આ મૂર્તિ જોઇ ત્યારે તેમને આ કિલ્લા પાસે મૂર્તિની સ્થાપના કરી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હાલ ભદ્રના કિલ્લા તરીકે પણ ઓળખાય છે.
માતાજીના વચન વિશે જાણો - એવું પણ કહેવામાં આવે છે કે માતાજી વધારે આક્રોશ અને નારાજથી નીકળી ગયા હતા. પણ જયારે માતા ભદ્રના કિલ્લાના દરવાજા પાસે ઉભેલા દ્વારપાલને રાજા જોડે સંદેશો મોકલ્યો હતો કે, હું અહીંયાંથી જાવું છું. પણ દ્વારપાલ માતાજી પાસે વચન માંગયુ હતું કે, જ્યાં સુધી હું અહીંયા પાછો ન આવું ત્યાં સુધી તમે છોડીને નહીં જતા. ત્યારે માતાજીએ વચન આપ્યુ હતું કે, જ્યારે દ્વારપાલ રાજાને પાસે સમાચાર લઈને જય છે ત્યારે રાજા તે દ્વારપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે અને માતાજી વચનથી બંધાયેલ હોવાથી ભદ્રના કિલ્લામાં રહે છે તેવું દંતકથાઓમાં જાણવા મળી આવે છે.